Police, Home Guard ,voted by postal ballot , 21 Assembly of Ahmedabad district

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીની ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને શુક્રવારે ૯૯૦૮ અધિકારી-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચની વિશેષ સુવિધા અંતર્ગત ૨૬ નવેમ્બરે પોલીસ જવાનો માટે વોટીંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગ માટે અલાયદા ૦૫ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે ૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તદ્ અનુસાર પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, કૃષ્ણનગર એસ.આર.પી. ગ્રાઉન્ડ, મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકા, ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર માટે અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY