2004ના લોન કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના ભૂતપૂર્વ વરિષ્ઠ મેનેજર તેમજ અન્ય બેને ઠેરવ્યા દોષિત જાહેર કર્યા છે અને તેમના પાંચ વર્ષની સજા ફટકારી હતી. ત્રણેયના કારણે બેંકને 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
કૌભાંડ થયું ત્યારે સંજીવ ઈનામદાર પીએનબીની આંબાવાડી બ્રાંચના મેનેજર હતા. તેની સાથે જૈનલ એન્ટરપ્રાઈઝના બે શખ્સ મયંક શાહ અને રિકિન શાહને પણ જેલની સજા કરવામાં આવી હતી. ઈનામદારને 7.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે મયંક અને રિકિનને 7-7 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
સેન્ટ્ર્લ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (એસબીઆઈ) ડિસેમ્બર, 2004માં આરોપી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પીએનબીના પૂર્વ ચીફ મેનેજરે ભૌતિક સંપત્તિનું આકલન કર્યા વગર નકલી દસ્તાવેજોના આધારે અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદ સ્થિત કંપનીના માલિક મયંક શાહને 40 લાખ રૂપિયાની કેશ ક્રેડિટની (હાઇપૉથિકેશન) સુવિધા મંજૂર કરી હતી. જેના કારણે બેંકને 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ બાદ, ઓક્ટોબર 2006માં સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટની ટ્રાયલ દરમિયાન, બે આરોપીઓના મોત થયા હતા.