ભૂતપૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ટાઇમ્સ રેડિયોને જણાવ્યું હતું કે ડેવિડ કેમેરોન, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન અને સર જ્હોન મેજરે સંયુક્ત રીતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને મહિનાઓ પહેલા માસ ટેસ્ટીંગ માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી હતી, જેથી સામાન્ય જીવનને ફરીથી શરૂ કરવામાં મદદ મળી શકે.

એન.એચ.એસ. ટેસ્ટ એન્ડ ટ્રેસના વડા બેરોનેસ હાર્ડિંગ સામુહિક ટેસ્ટીંગ માટેની તેમની યોજનાઓની જવાબદારી સંભાળે છે. ગયા મહિને 500,000 દૈનિક ટેસ્ટના લક્ષ્યાંકને હાંસલ કર્યા બાદ જેરેમી હન્ટ તેમના પર વસંત સુધીમાં 2 મિલિયન ટેસ્ટનું દબાણ કરી રહ્યા છે.

ટોની બ્લેર ટેસ્ટીંગ વધારવાની ભલામણ કરી રહ્યા છે. શ્રી ઓસ્બોર્ને જણાવ્યું હતું કે “તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોએ જુલાઈમાં બોરિસ જહોન્સનને ખાનગી પત્ર લખીને તેમની પણ આ પ્રાથમિકતા છે. બધો ભાર આરોગ્ય વિભાગ અને એનએચએસ પર રાખવામાં આવ્યો છે પરંતુ સરકારે બ્રિટિશ રાજ્યનું પૂર્ણ વજન તેની પાછળ નાખ્યું નથી.”

લેડી હાર્ડિંગના પતિ અને ટોરી સાંસદ જ્હોન પેનરોઝે એનએચએસ એપ્લિકેશનની સૂચનાને પગલે આઇસોલેટ થયા હતા.