Modi for standing last in the photo of the SCO summit

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પાટનગર સમરકંદમાં આયોજિત શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન -એસસીઓના શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના મુદ્દે ભારતના વિચારોને રજૂ કર્યા કર્યા હતા. સમરકંદમાં ચાર મિનિટ ૪૯ સેકેન્ડના પોતાના પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર તમામ દેશો માટે ખાસ સંદેશો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારી અને યુક્રેનની કટોકટીને કારણે મુશ્કેલીમાં આવેલી પૂરવઠા વ્યવસ્થાને ફરીથી સૂચારુ રીતે ગોઠવવાનો સભ્ય દેશોને અનુરોધ કર્યો હતે. તેમણે કહ્યું હતું કે, સભ્ય દેશો કનેક્ટિવિટીના વિસ્તરણ પર ખાસ ધ્યાન આપે. રશિયા, ચીન અને પાકિસ્તાનના વડાઓની હાજરીમાં મોદીએ જણાવ્યું હતું હતું કે, ભારત એસસીઓ સભ્ય દેશોમાં પરસ્પર સહકાર અને વિશ્વાસને સમર્થન આપે છે. તેમણે આતંકવાદને નાથવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે. 70,000 સ્ટાર્ટઅપવાળુ ભારત ઇનોવેશનમાં તમામની સહાયતા કરશે. એસસીઓ દેશોની વચ્ચે સપ્લાઇ ચેઇન, ટ્રાંઝિટ વધારવું પડશે. જાડું ધાન્ય પેદા કરીને ખાદ્ય સંકટનો ઉકેલ લાવવો પડશે. ભારત આવતા વર્ષે 23મા શાંઘાઇ સહયોગ સંગઠનની સમિટની યજમાની કરશે. સપ્ટેમ્બર 2023 સુધી એક વર્ષ માટે એસસીઓનું અધ્યક્ષપદ સંભાળશે. આ ભારત માટે વૈશ્વિક સ્તરે મોટી સફળતા છે. ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન વ્લાદિમીર નોરોવીએ જણાવ્યું કે, આવતા વર્ષ માટે એસસીઓની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ચીનના પ્રેસિડેન્ટ શી ચિનપિંગે ભારતને આ અધ્યક્ષ પદ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શી જિનપિંગે કહ્યું કે, ચીન આવતા વર્ષે શિખર સંમેલન યોજવામાં ભારતને મદદ કરશે.

LEAVE A REPLY