રશિયા અને યુક્રેન વચ્ચે આશરે સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 4 ઓક્ટોબરે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી અને આ યુરોપના આ પૂર્વીય દેશમાં અણુ મથકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનને આ સંઘર્ષના વહેલી તકે અંતની હાકલ દોહરાવી હતી તથા મંત્રણા અને ડિપ્લોમસીનો માર્ગ અપનાવવી જરૂરિયાત દર્શાવી હતી. મોદીએ તેમની દ્રઢ માન્યતા વ્યક્ત કરી હતી કે આ સંઘર્ષનો લશ્કરી ઉકેલ હોઇ શકે નહીં અને તેમણે શાંતિના પ્રયાસોમાં યોગદાન આપવાની ભારતની તૈયારી દર્શાવી હતી. મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં અણુ મથકો સામેનું જોખમ જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને આપત્તિજનક પરિણામો લાવી શકે છે.