સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2019-20 નો આર્થિક સર્વે રજૂ કરશે. વળી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બજેટ સત્રને લઈને સંસદ હોલમાં પોતાનું સંબોધન આપી રહ્યા છે. આર્થિક સર્વેની નકલ સંસદ ભવનમાં પહોંચી ગઇ છે. તેના બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર સામાન્ય બજેટમાં આવકવેરા મુક્તિ અંગે મોટી જાહેરાત કરી શકે છે.

સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. સંસદનું બજેટ સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, “માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન થશે અને આવતી કાલે નવા વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે.” આપણે વૈશ્વિક વાતાવરણમાં સંજોગોનો ભારત કઈ રીતે લાભ લઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમારી સરકારની ઓળખ દલિતો, પીડિતો, શોષિત મહિલાઓ વગેરેને સશક્ત બનાવવાની છે. હું આર્થિક મુદ્દાઓ, બંને ગૃહોમાં લોકોના સશક્તિકરણ પર એક વ્યાપક અને અર્થપૂર્ણ ચર્ચા કરવા માંગું છું. દિવસે ને દિવસે અમારું ચર્ચાનું સ્તર સમૃધ્ધ રહે છે, આ જ ઇચ્છા છે.

સંસદનું બજેટ સત્ર આજે એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો તબક્કો 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં, મોદી સરકાર લગભગ 45 મહત્વપૂર્ણ બીલ રજૂ કરવાની તૈયારીમાં છે. રાષ્ટ્રપતિનાં સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે.