Prime Minister Modi described himself as a member of the Daudi Bohra family

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈની મુલાકાતે હતા. ત્યાં તેમણે મરોલ વિસ્તારમાં દાઉદી બોહરા સમુદાયના અલ જામિયા-તુસ-સૈફિયાહના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે હું તમારા પરિવારનો સભ્ય છું, મને વારંવાર સન્માનિત વડાપ્રધાન ન કહો. હું ન તો મુખ્યપ્રધાન છું કે ન તો પીએમ. મને એક ફરિયાદ છે, હું ઈચ્છું છું કે તમે તેને સુધારો. હું તમારા પરિવારનો સભ્ય છું. સૈફી એકેડમીના આ નવા કેમ્પસમાં લગભગ 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ સામાજિક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોઈ પણ સમુદાય, સમાજ, સંસ્થા સમય અનુસાર તેની પ્રાસંગિકતા કેટલી જાળવી રાખે છે તેનાથી ઓળખાય છે. દાઉદી બોહરા સમુદાયે સમય સાથે પરિવર્તન અને વિકાસની આ કસોટીમાં હંમેશા પોતાને સાચા સાબિત કર્યા છે. અલ જામિયા-તુસ-સૈફિયા, શિક્ષણનું એક મહત્વપૂર્ણ સ્થળ છે, તે તેનું જીવંત ઉદાહરણ છે. દેશ આઝાદીના અમૃતકાળની યાત્રા શરૂ કરી રહ્યો છે, તેથી શિક્ષણ ક્ષેત્રે બોહરા સમાજના આ યોગદાનનું મહત્વ વધી જાય છે. તમે મુંબઈ, સુરત જશો ત્યારે દાંડી ચોક્કસ જશો. દાંડી કૂચ ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક વળાંક હતો. મીઠાના સત્યાગ્રહ પહેલા ગાંધીજી દાંડીમાં તમારા ઘરે રોકાયા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં શિક્ષણ પ્રણાલીમાં વધુ એક પરિવર્તન આવ્યું છે. આ ફેરફાર છે– શિક્ષણ પ્રણાલીમાં સ્થાનિક ભાષાને મહત્વ આપવું. અંગ્રેજોએ અંગ્રેજીને શિક્ષણનું માધ્યમ બનાવ્યું હતું. આઝાદી પછી પણ આપણે એ લઘુતાગ્રંથીને વહન કરતા રહ્યા, પરંતુ હવે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા અભ્યાસ પણ સ્થાનિક ભાષામાં થઈ શકે છે.

LEAVE A REPLY