આગામી પાંચ વર્ષમાં પાંચ અબજ ડૉલર મૂલ્યના ડિફેન્સ એક્સપોર્ટનું લક્ષ્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેર કર્યું હતું. ભારતમાં વિદેશી રોકાણકારો શસ્ત્ર ઉત્પાદનના કારખાના ખોલી શકે અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા તેમની સરકારે જે પગલાં ભર્યાં છે તે બાબતમાં મોદીએ માહિતી આપી હતી.
૧૧માં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરતા મોદીએ કહ્યું કે ૨૦૧૪માં ૨૧૦ ડિફેન્સ ઉત્પાદન લાઈસન્સ આપવામાં આવ્યાં હતાં જે ૨૦૧૯માં વધીને ૪૬૦ થયા છે. ઑટિલરી ગન્સ, એરક્રાફટ કેરિયર્સ, સબમરીન, લાઈટ કોમ્બાર એરક્રાફટ, કોમ્બાટ હેલિકૉપ્ટર્સ વિગેરે સંરક્ષણ શસ્ત્ર સરંજામનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેવું વડા પ્રધાન મોદીએ કહ્યું હતું.
ઈન્ડિયા માટે, વિશ્ર્વ માટે મૅઈક વન ઈન્ડિયા ભારતમાં ઉત્પાદન કરે તેવો અમારો મંત્ર છે. વર્ષ ૨૦૧૪માં ભારતે ૨૦૦૦ કરોડ રૂપિયા મૂલ્યનું સંરક્ષણ શસ્ત્ર સરંજામનો નિકાસ કર્યો હતો જે વધીને હવે ૧૭,૦૦૦ કરોડ રૂપિયા જેટલો થયો છે. અમે આ આંકડાને આગામી પાંચ વર્ષ સુધીમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયા કરવા માગીએ છે.
છેલ્લા કેટલાક દસકાથી નીતિવિષયક પહેલનો અભાવ હોવાથી ભારત શસ્ત્ર સરંજામનો બહુ મોટો આયાતકાર દેશ બન્યો હતો તેવું મોદીએ કહ્યું હતું. વિશ્ર્વ સામે નવાં જોખમો ઊભાં થઈ રહ્યાં હોવાથી ડિફેન્સ ક્ષેત્ર નવી ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે. ડિફેન્સ ક્ષેત્રમાં આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરી શકાય તે માટે રોડમેળ (આગળ વધવાની યોજના) તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વિદેશી રોકાણકારોને ભારતમાં આવી રોકાણ કરવા મોદીએ આમંત્રણ આપ્યું હતું. ‘આગામી વર્ષોમાં અવકાશમાં આપણી હાજરી સુદૃઢ કરવામાં આવશે તેવું મોદીએ કહ્યું હતું. અવકાશમાં ઈસરોના સેટેલાઈટસને ડીઆરડીઓ રક્ષણ આપશે તેવું મોદીએ વધુમાં જણાવ્યું હતું.’