વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપીડ-12નો મુકાબલો કરવા દક્ષિણ એશિયાના દેશોને સહયોગની ઓફર કરી છે. ભારત આવી ફંડ માટે 1 કરોડ ડોલરનું યોગદાન આપશે. વડાપ્રધાને કોરોના વાયરસ મુદે આવા સહયોગની વાત કરી ત્યારે પણ પાકિસ્તાન સાર્ક નેતાઓની વિડીયો કોન્ફરન્સમાં કાશ્મીરનો મુદો ઉઠાવવાનું ચૂકયું નહોતું.
સાર્ક દેશોના વડાઓની વિડીયો કોન્ફરન્સનુંં અધ્યક્ષસ્થાન સંભાળતા મોદીએ ફંડ ઉભું કરવા, ભારતીય ડોકટર્સ, તજજ્ઞો અને ટેસ્ટીંગ ગીઅર સહિતની રેપીડ રિસ્પોન્સ ટીમો સાર્ક દેશોને આપવા ઓફર કરી હતી. મોદીએ એ ઉપરાંત સાર્ક દેશોના ઈમરજન્સી રિસ્પોન્સ સ્ટાફને ઓનલાઈન ટ્રેનીંગ અને ડિસ્ટન્સ ડાયગ્નોસીસ માટે ડોકટરોની વિડીયો કોન્ફરન્સની પણ ઓફર કરી હતી.
વાતચીતના અંતે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાનના આરોગ્ય બાબતોના વિશેષ સહાયકે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. મિર્ઝાએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી પણ કોપીડ-19ના કેસો નોંધાયા છે તે ચિંતાની વાત છે અને હેલ્થ ઈમરજન્સીના સંદર્ભમાં ખીણમાંથી લોકડાઉન ઉઠાવી લેવામાં આવે તે જરૂરી છે. કોન્ફરન્સ કોલમાં ભાગ ન લેનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન એકમાત્ર નેતા હતા.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હેલ્થ ઈમરજન્સીમાં પણ કાશ્મીર મુદો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસથી આશ્ર્ચર્ય થયું નથી, આ ઉલ્લેક છતાં મોદી વિચલિત થયા નહોતા અને કોમેન્ટની ઉપેક્ષા કરી ચર્ચાનું સમાપન કરતા સરકાર મામલે થયેલી ઓફરના મુદા પર ભાર મુકયો હતો. તેમણે તેમના અગાઉના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાન પડકાર જુદા પડયા. બદલે સહયોગની તક આપે છે.
સાર્ક દેશો વચ્ચે સહયોગની મોદીની પહેલથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે જી20 નેતાઓ વચ્ચે આવી વિડીયો કોન્ફરન્સ કરવા મોદીએ સૂચવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા તેને ટેકો આપશે.