બુધવાર તા. 13ના રોજ યોજાયેલા કોન્ઝર્વેટીવ પાર્ટીના નેતા – વડા પ્રધાનપદની પસંદગીના પ્રથમ રાઉન્ડના મતદાનની સમાપ્તિ બાદ, નદિમ ઝહાવી અને જેરેમી હંટ રેસમાંથી બહાર ફેંકાઇ ગયા હતા. જ્યારે પૂર્વ ચાન્સેલર ઋષી સુનક સૌથી વધુ 88 સાસંદોની મત મેળવીને પ્રથમ સ્થાને રહ્યા હતા.
દરેક ઉમેદવારોને બીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ઓછામાં ઓછા 30 સાંસદોની જરૂર હતી. પરંતુ હન્ટ માત્ર 18 મત અને ઝહાવી માત્ર 15 મત મેળવી શક્યા હતા. જરૂરી 30 મત નહિં મળતા તેઓ હરિફાઇમાંથી બહાર મીકળી ગયા હતા.
હવે બાકી રહેલા છ સાંસદો મતદાનમાં આગળ વધશે અને જ્યાં સુધી અંતિમ બે ઉમેદવારો બાકી ન રહે ત્યાં સુધી મતદાન થયા કરશે અને સૌથી ઓછા મત મેળવનારા ઉમેદવારો બહાર થતા રહેશે. આ પ્રક્રિયા 21 જુલાઈના રોજ સંસદની સમર રીસેસ પહેલા પૂર્ણ થવાની છે. બાકી રહેલા બે ઉમેદવારો તે પછી દેશભરમાં હસ્ટિંગ્સમાં ભાગ લઇને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોનો સામનો કરી મત મેળવવા માટે રજૂઆત કરશે.
નેતૃત્વ હરીફાઈમાં બાકી રહેલા બાકીના ઉમેદવારો ઋષિ સુનક – 88 મત, પેની મોર્ડન્ટ – 67 મત, લિઝ ટ્રસ – 50 મત, કેમી બેડેનોચ – 40 મત, ટોમ ટૂગેન્ધાત – 37 મત, સુએલા બ્રેવરમેન – 32 મત મેળવી આગળ વધશે.
ટોરી બેકબેન્ચ 1922 સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીએ પુષ્ટિ કરી હતી કે બાકીના છ ઉમેદવારો આવતીકાલે ગુરૂવારે સાંસદોના બીજા રાઉન્ડના મતદાન માટે આગળ વધશે.