India's G20 presidency

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અનેક રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના G20 પ્રેસિડન્સીને લગતા પાસાઓ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતનું G20 પ્રેસિડન્સી સમગ્ર રાષ્ટ્રનું છે અને દેશની શક્તિઓને દર્શાવવાની અનોખી તક છે. વડાપ્રધાને ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને વિવિધ G20 કાર્યક્રમોના સંગઠનમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગની માંગ કરી. તેમણે ધ્યાન દોર્યું હતું કે G20 પ્રેસિડેન્સી પરંપરાગત મોટા મહાનગરોની બહાર ભારતના ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આમ આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતા બહાર આવશે.

ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભારતમાં આવશે અને આંતરરાષ્ટ્રીય મીડિયા વિવિધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેને હાઇલાઇટ કરતાં, વડાપ્રધાને આ તકનો ઉપયોગ કરીને આકર્ષક વ્યવસાય, રોકાણ અને પ્રવાસન સ્થળો તરીકે પોતાને રિબ્રાન્ડ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગમ દ્વારા G20 ઈવેન્ટ્સમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

સંખ્યાબંધ રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરોએ બેઠક દરમિયાન તેમના વિચારો વ્યક્ત કર્યા હતા, G20 બેઠકોની યોગ્ય રીતે યજમાની કરવા માટે રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ પર ભાર મૂક્યો. આ બેઠકને વિદેશ પ્રધાને પણ સંબોધિત કરી હતી અને ભારતના G20 શેરપા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY