વડાપ્રધાનના સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રીલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએસન (પીએમ કેર્સ) ફંડને છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.534.44 કરોડનું વિદેશી દાન મળ્યું છે. કોરોના મહામારી સમયે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. આ ફંડ્સમાં કુલ ડોનેશનની રકમ ૧૨,૬૯૧.૮૨ કરોડ રૂપિયા છે.
વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ૪૦ લાખ રૂપિયા વિદેશી દાન મળ્યું હતું. જ્યારે ૨૦૨૦-૨૦૨૧માં ૪૯૪.૯૨ કરોડ રૂપિયા અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૪૦.૧૨ કરોડ રૂપિયા ડોનેશન પ્રાપ્ત થયું હતું. જ્યારે ત્રણ વર્ષમાં ૨૪.૮૪ કરોડ રૂપિયા વ્યાજ પેટે પ્રાપ્ત થયા હતા.
પીએમ કેર ફંડનું રજિસ્ટ્રેશન એક જાહેર ટ્રસ્ટ તરીકે થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએ કેર ફંડના અધ્યક્ષ છે, જ્યારે ગૃહ પ્રધાન અને નાણા પ્રધાન ટ્રસ્ટી છે. આ ઉપરાંત વડાપ્રધાને બોર્ડમાં ત્રણ ટ્રસ્ટિઓ નિવૃત ન્યાયાધીશ કે ટી શોમસ, કરિયા મુંડા અને રતન ટાટાને નિમવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટને વિદેશી ફંડ સહિત કુલ ત્રણ વર્ષમાં ૧૨,૬૯૧.૮૨ કરોડ રૂપિયા ડોનેશન મળ્યું હતું,