વડા પ્રધાનના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સને આંતરિક લડાઇને પગલે શુક્રવારે સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટમાંથી વિદાય આપવામાં આવી હતી. તેમની વિદાયથી સરકારને ફરીથી સેટ કરવાની તક મળશે એમ ટોરી સાંસદો માની રહ્યા છે. ભૂતપૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદને શુક્રવારે રાત્રે આ હોદ્દા માટે વિનંતી કરવામાં આવી હતી જેમણે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યુ હતુ. કમ્યુનિકેશન્સ ડિરેક્ટર લી કેઈને નંબર 10ની અંદરના તનાવને પગલે ગુરૂવારે રાજીનામું આપ્યું હતું.
વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિસ્ટર જ્હોન્સન કહેવાતા વિવાદથી વ્યથીત નથી અને તેઓ કોરોનાવાયરસનો સામનો કરવા માટે ધ્યાન “કેન્દ્રિત” કરી રહ્યા છે.
આખો વિવાદ વડા પ્રધાનના બોરિસ જ્હોન્સનના મંગેતર કેરી સાયમન્ડ્સને તેમની પીઠ પાછળ ‘પ્રિન્સેસ નટ નટ્સ’ના નામથી ઓળખાવાતા અને તેમના વિષે કરાયેલો એક ટેક્સ્ટ મેસેજ ખૂદ કેરી સાયમન્ડ્સના હાથમાં ચઢી જતા વિવાદ થયો હતો. બોરીસ જ્હોન્સને કેરી બાબતનો ટેક્સ્ટ કમિંગ્સને બતાવતા બન્ને વચ્ચે તકરાર થઇ હતી. વડા પ્રધાનના મંગેતર કેરી સાયમન્ડ્સ ગઈકાલે રાત્રે વરિષ્ઠ સલાહકાર કમિંગ્સની નાટકીય હકાલપટ્ટી પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જેને પગલે જ્હોન્સને ખુદે એક વખતના વિશ્વાસપાત્ર સહાયક કમિંગ્સને દૂર કરતો આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે, જો કે આ દાવાઓ નંબર 10 દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા.
વડા પ્રધાનની નજીકના લોકો હવે કમિંગ્સની પ્રતિક્રિયાથી ડરી રહ્યા છે કેમ કે તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં આગ લગાવી શકે છે. સૂત્રોએ એફટીને જણાવ્યું હતું કે ‘આજથી નાતાલ સુધીમાં કોઇ વિસ્ફોટક સ્ટંટ થાય તો મને આશ્ચર્ય નહીં થાય. ડોમીનીક કમિંગ્સની શૈલી માત્ર શાંતિથી દૂર જતા રહેવાની નથી.’ એવો દાવો કરાય છે કે વડા પ્રધાનને એવો ભય હતો કે તે જોડીને જો નવા વર્ષ સુધી કામ પર રહેવાની મંજૂરી આપવામાં આવશે તો તેઓ ‘કૂવામાં ઝેર’ નાખી શકે છે.
કમિંગ્સના જવાથી ટોરી સાંસદો ખુશખુશાલ થઇ ગયા હતા. જેઓ કોરોનાવાયરસ સંકટને ‘અસમર્થ’ હાથો દ્વારા હેન્ડલ કરાતો હોવાથી હતાશ થઈ ગયા હતા. કેબિનેટના સભ્યોએ પણ ફરિયાદ કરી હતી કે તેમને કોરોનાવાયરસ અંગેના નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેટલીક નીતિઓ તો તેમની સમક્ષ જાહેર જનતાને જણાવવાની થોડી મિનિટો પહેલાં જ જાહેર કરવામાં આવી હતી. એક વરિષ્ઠ ટોરી નેતાએ તો કહ્યું હતું કે ‘હે ભગવાન, હવે આપણે ખરેખર કેબિનેટ પ્રધાનો તરીકેની અમારી ભૂમિકાઓ પૂરી કરીશું.’
કમિંગ્સના કન્ઝર્વેટિવ સાંસદો સાથે કુખ્યાત મુશ્કેલ સંબંધો હતા અને ડાઉનિંગ સ્ટ્રીટમાં આ બાબતો અલગ રીતે કરવામાં આવે તે માટેનો સમય આવી ગયો છે. ભૂતપૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે કહ્યું હતું કે ‘’બોરિસ જ્હોન્સને તેમના સહાયકને દૂર કરવામાં “નિર્ણાયક પગલાં” લીધાં છે. કમિંગ્સની કામ કરવાની શૈલી ખૂબ જ મુકાબલો કરવાની હતી જેનાથી ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકો તેમની સામે થઇ ગયા હતા. મારા ઘણા સાથીદારો પાર્લામેન્ટ સાથે વધુ નિખાલસતા અને ક્રિયાપ્રતિક્રિયા સાથે નવા સંબંધની આશા રાખે છે.”
લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ જણાવ્યું હતું કે ‘’આ નિંદાકારક છે કેમકે એક અઠવાડિયામાં યુકેમાં કોરોનાવાયરસના મૃત્યુની સંખ્યા 50,000ને પાર કરી ગઇ છે. રીડન્ડન્સી વિક્રમજનક સપાટીએ પહોંચી ગઈ છે અને દેશ 50 વર્ષના સૌથી મહત્વપૂર્ણ વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહ્યો છે ત્યારે નંબર 10માં વડા પ્રધાનની આજુબાજુના લોકો દલીલો અને જોક કરી રહ્યા છે.’’
લેબરે કહ્યું હતું કે ‘’વડા પ્રધાન ઇચ્છે તેમ તમામ ડેકચેર્સને ફરીથી ગોઠવી શકે છે. પરંતુ સરકારની આ અસમર્થતાની જવાબદારી હજી બોરીસ જ્હોન્સનના દરવાજા પર છે. હકીકત એ છે કે કોઈ યોજના નથી અને કોવિડ-19 પ્રત્યે સરકારનું ધ્યાન કેન્દ્રિત નથી.”
લોર્ડ ગેવિન બારવેલ, જેઓ પૂર્વ વડા પ્રધાન થેરેસા મેના ચીફ ઑફ સ્ટાફ હતા, તેમણે બીબીસી રેડિયો 4ના ટુડે પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે મિસ્ટર જ્હોન્સનને કન્ઝર્વેટિવ સાંસદો સાથે સંબંધો ફરીથી બનાવવાની તક મળી અને એક ઓછો વિરોધાભાસી અને વધુ સુસંગત સ્વર સુયોજિત કરવો જોઇએ જે તેમની કુદરતી વૃત્તિ સાથે કદાચ વધુ સુસંગત છે.”
કમિંગ્સ અને કેઈન, બંને વોટ લીવ ઝુંબેશના દિગ્ગજ હતા અને 2916ના EU લોકમત દરમિયાન બ્રેક્ઝિટ વોટ માટે જ્હોન્સન સાથે મળીને કામ કર્યું હતું. જ્હોન્સન લંડનના મેયર હતા ત્યારે તેમના ચીફ ઑફ સ્ટાફ તરીકે સેવા આપનારા લોર્ડ એડવર્ડ લિસ્ટર વચગાળાના ચીફ બનશે. કેઈનની જગ્યા હાલમાં વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તા જેમ્સ સ્લેક લેશે. કમિંગ્સ અને સાથી લી કૈન બંને ડિસેમ્બરના મધ્ય સુધી સરકારમાં કાર્યરત રહેશે. કમિંગ્સ હાલના પ્રોજેક્ટ્સ જેવા કે સામૂહિક ટેસ્ટ માટે ઘરેથી કામ કરશે, જેમાં તેઓ ખૂબ જ સંકળાયેલા છે.