NHSએ શુક્રવારે ભારતીય અને દક્ષિણ એશિયન વારસાના લોકોને જીવલેણ કોરોનાવાયરસ વાયરસથી સંક્રમિત અન્ય લોકોના જીવન બચાવવા માટે તેમના એન્ટિબોડીઝથી સમૃદ્ધ પ્લાઝ્માનું દાન કરવા અપીલ કરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયાન મૂળના લોકો શ્વેત લોકોની તુલનામાં જીવન બચાવવાની સારવાર માટે એન્ટિબોડીઝની બમણી શક્યતા ધરાવે છે. કોરોનાવાયરસ રોગચાળાના બીજા મોજાને પારખીને આ માંગ કરવામાં આવી રહી છે.
એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના સલાહકાર હેમેટોલોજિસ્ટ રેખા આનંદે જણાવ્યું હતું કે ‘’એશિયન સમુદાયનો અમને અદભૂત પ્રતિસાદ મળ્યો છે અને કોવિડ-19 અન્ય સમુદાયો કરતા એશિયન સમુદાય પર વધુ હુમલો કરી રહ્યુ છે અને પ્લાઝ્માના દાનથી લોકોના જીવન બચી શકે છે.’’
NHSBTએ જણાવ્યું હતું કે ‘’એશિયન વારસોના લોકો અત્યાર સુધીના તમામ પ્લાઝ્મા દાતાઓમાં (7 ટકા) ટકાવારીના દ્રષ્ટીએ સૌથી વધુ સંખ્યામાં દાન આપી રહ્યા છે અને આ દાન આપવું સલામત અને સરળ છે. તેમાં લગભગ 45 મિનિટ થાય છે અને શરીર પણ ઝડપથી પ્લાઝ્મા અને એન્ટિબોડીઝને બદલે છે. દાન આપ્યા પછી સમુદાયને મદદ કરવા માટે કંઇક કર્યું હોવાની ભાવના થાય છે.”
NHSBTએ શોધ્યું હતું કે એશિયન પૃષ્ઠભૂમિના પ્રથમ વખતના દાતાઓમાં, 44.1 ટકા લોકો પાસે વધુ એન્ટિબોડીઝ હતા. જ્યારે બીજા લોકો પાસે તે માત્ર 22.4 ટકા હતા. લંડન, બર્મિંગહામ, લેસ્ટર અને માન્ચેસ્ટર સહિતના દક્ષિણ એશિયનની નોંધપાત્ર વસ્તી ધરાવતા યુકેના તમામ મોટા શહેરોમાં પ્લાઝ્મા ડોનેશન સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે.