મહારાણી શનિવારે તેમની મનપસંદ એપ્સમની રમતગમતની ઇવેન્ટ ડર્બીમાં જવા માટે અસમર્થ હોવાથી પોતાના પૌત્ર પ્રિન્સ હેરી અને મેગનની પુત્રી લિલિબેટને તેણીના પ્રથમ જન્મદિવસની પાર્ટીમાં શનિવારે મળશે.
લિલિબેટની પ્રથમ જન્મદિવસની પાર્ટી ફ્રોગમોર કોટેજ ખાતે યોજાવાની છે, જ્યાં હેરી અને મેગન રોકાશે. 96 વર્ષીય મહારાણીના ઉપનામ લિલિબેટ પરથી હેરી અને મેગન પોતાની દિકરીનું નામ લિલિબેટ રાખ્યું છે. તેણીનો જન્મ 4 જૂન 2021ના રોજ અમેરિકામાં થયો હતો. તે પછી પ્રિન્સ હેરી અને મેગન માત્ર એક જ વાર યુકે ગયા હતા.
ફ્રોગમોર કોટેજ, વિન્ડસર કાસલથી માત્ર એક પથ્થર નાંખો તેટલા અંતરે આવેલું છે. પ્રિન્સેસ યુજીની અને તેના પરિવારે તેમના આગમન પહેલા કોટેજ ખાલી કરી દીધું છે. આર્ચી અને લિલિબેટ સાથે યુકેની તેમની આ પ્રથમ યાત્રા હશે. મહારાણી તેમના શાસનકાળમાં આ ત્રીજી વખત એપ્સમ ડર્બીને ચૂકી જશે.
છેલ્લા છ મહિનાથી, રાણી હરવાફરવાની સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે અને તેઓ ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરે છે.
એમ બહાર આવ્યું છે કે મેગન યુકે આવતા પહેલા સ્ટ્રોકનો ભોગ બનેલા અને પાંચ દિવસ હોસ્પિટલમાં રખાયેલા પિતા થોમસ સાથે ‘ચાર વર્ષનો અણબનાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે’. સમજી શકાય છે કે મેગન તેના સાવકા ભાઈ-બહેનો થોમસ જુનિયર અને સામન્થા સાથે સંબંધો બાંધવા માટે ચિંતિત છે. તેણી ઇચ્છે છે કે તે સંપૂર્ણપણે ખાનગી રીતે તેના પિતાને મળવાની વ્યવસ્થા થાય.
