પ્રિન્સેસ ડાયેનાએ પરણીને બકિંગહામ પેલેસમાં આવ્યા બાદ રાજ-પરિવારની ઝાંખી પડતી આબરૂને નવી શાન આપવાનો અને માતા-પિતાથી અળગા થઈ રહેલાં ચાર્લ્સને પાછો પરિવારજનો સાથે ઍકસૂત્રે સાંકળી લેવાનો પ્રયાસ કરી જાયો હતો.
ડાયેનાએ મહેલથી પ્રજાજનોને અળગા રાખતી વિદ્યુત તારની વાડ કાઢી નાંખવા જેવો ક્રાંતિકારી નિર્ણય પણ લીધો હતો. તો શાહી રીતરસમો કાઢી નાંખી બ્રિટનના રાજપરિવારને વધુને વધુ પ્રજાભિમુખ બનાવ્યો હતો. જેને કારણે લેડી ડાયેના બ્રિટિશ નાગરિકોમાં સૌની લાડીલી બની ગઈ હતી. આજ કારણોસર જ્યારે ડાયેનાએ રોયલ ફેમિલી સાથેની તકરાર બાદ ગૃહત્યાગ કર્યો ત્યારે પ્રજાની સહાનુભૂતિ ડાયેના સાથે હતી. જ્યારે રાણી ઍકલાં મહેલની ચાર દીવાલોમાં વસવસો કરતાં રહ્યાં હતાં.