ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ સ્પષ્ટતા કરી છે કે મુસાાફરો વિમાનમાં ફોટો અને વિડિયો લઈ શકે છે, પરંતુ અરાજકતા ઊભી કરે, ફ્લાઇટ ઓપરેશનમાં વિક્ષેપ થાય કે સુરક્ષાના નિયમોનું ભંગ થાય તેવા રેકોર્ડિંગ ઇક્પિવમેન્ટનો ઉપયોગ કરી શકે નહીં. વિમાના ક્રૂડ મેમ્બરે પ્રતિબંધ મૂક્યો હોય તેવા ગેજેટનો પણ ઉપયોગ થઈ શકે નહીં.

DGCAએ વધુમાં જણાવ્યું હતું કે વિમાન મુસાફરી કરતાં મુસાફરો વિમાન ફોટો લઈ શકે છે અને વિડિયોગ્રાફી કરી શકે છે. તેઓ નવ ડિસેમ્બર 2004ના તેના પરિપત્ર મુજબ ફ્લાઇટમાં, ટેક-ઓફ દરમિયાન અને લેન્ડિંગ દરમિયાન આવુ કરી શકે છે. જોકે હવાઇ સુરક્ષાનો ભંગ કરતાં, અરાજકતા ઊભી કરતા હોય કે ફ્લાઇટના ઓપરેશનમાં વિક્ષેપ ઊભો થાય તેવા રેકોર્ડિંગ ઇક્વિપમેન્ટને મંજૂરી મળતી નથી.
તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ચંદીગઢથી મુંબઈની ફ્લાઈટમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું. ફ્લાઈટમાં સુરક્ષા અને સામાજિક અંતરના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. જે બાદ DGCAએ આદેશ કર્યો કે ફ્લાઈટમાં પહેલાંથી કોઈપણ મંજૂરી વગર ફોટો ખેંચી શકાતો નથી. પ્લેનના ટેક ઓફ, લેન્ડિંગ અને કોઈ ડિફેન્સની જગ્યા પર ઉભા રહીને ફોટો ખેંચવાની પરમિશન મળી શકતી નથી. હવે નિયમોમાં થોડો બદલાવ કરતાં ડીજીસીએ નવો આદેશ જાહેર કર્યો છે.