REUTERS/Issei Kato

જાપાન એરલાઇનનું વિમાન મંગળવારે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે અન્ય વિમાન સાથે અથડાતા આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. આ દુર્ઘટનાને કારણે વિમાન રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું અને સંપૂર્ણ પણે સળગી ખાખ થયું હતું. જોકે આ દુર્ઘટનામાં 379 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં જાપાની કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટના છ ક્રૂ મેમ્બરમાંથી પાંચ મોત થયા હતા અને વિમાનના કેપ્ટનને ગંભીર ઇજા થઈ હતી.

આ વિમાન રન-વે પર કોસ્ટ ગાર્ડના એક નાના એરક્રાફ્ટ સાથે અથડાતા તેમાં આગ ફાટી નીકળી હતી. આ  વિમાનની આગ પર કાબુ લેવા માટે 70થી વધુ ફાયર એન્જિનો તૈનાત કરાયા હતાં.

ટીવી ચેનલ NHK પરની તસવીરોમાં પ્લેન રન-વે પર આગળ વધી રહ્યું હતું તે પહેલાં તેની નીચે અને પાછળના ભાગમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. એરબસ પ્લેનમાં સવાર તમામ 367 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાનું કારણ તરત જ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ ટેલિવિઝન અહેવાલો અનુસાર એરબસ કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાઈ હતી.

રીપોર્ટ મુજબ આ વિમાન ઉત્તરી જાપાની ટાપુ હોક્કાઇડો પરના સાપોરો એરપોર્ટથી આવ્યું હતું. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા હનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાની તપાસ કરી રહ્યાં છે. વિમાન અથડાયું હતું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ તે ચોક્કસ છે કે અમારું વિમાન દુર્ઘટનામાં સામેલ હતું.

અકસ્માતને જોતા હાનેડા એરપોર્ટના તમામ રનવે બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણી ફ્લાઈટોને નરીતા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

જાપાનમાં અગાઉ 1985માં વિમાન દુર્ઘટના બની હતી. તે સમયે ટોક્યોથી ઓસાકા જતું JAL જમ્બો જેટ મધ્ય ગુન્મા પ્રદેશમાં ક્રેશ થયું હતું, જેમાં 520 મુસાફરો અને ક્રૂના મોત થયા હતા.

 

LEAVE A REPLY