અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટી (PRL)ના એક્સોપ્લેનેટ સર્ચ એન્ડ સ્ટડી ગ્રૂપે સૂર્યમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ ગ્રહ સૂર્ય કરતાં 1.5 ગણો મોટો છે અને 725 પ્રકાશવર્ષ દૂર છે, એમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું હતું.
બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આ સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ શોધ PRL એડવાન્સ્ડ રેડિયલ વેલોસિટી અબુ-સ્કાય સર્ચ (PARAS) ઓપ્ટિકલ ફાઇબર આધારિત સ્પેક્ટ્રોગ્રાફીનો ઉપયોગ કરીને કરવામાં આવી છે, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે. માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરી ખાતેના પીઆરએલના 1.2 મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૂર્યમંડળ બહારના ગ્રહોનું પામ લેવા લેવાની ક્ષમતા ધરાવતી PARASથી જાણવા મળ્યું છે કે આ ગ્રહનું કદ ગુરુગ્રહ કરતાં આશરે 1.4 ગણું છે. આ માપ ડિસેમ્બર 2020 અને માર્ચ 2021માં લેવામાં આવ્યું હતું. એપ્રિલ 2021માં જર્મનીમાંથી TCES મારફત તથા માઉન્ટ આબુ ખાતેના PRLના 43 સેન્ટિમીટરના ટેલિસ્કોપથી સ્વતંત્ર ફોટોમેટ્રિક ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવ્યું હતું.
હેનરી ડ્રેપ કેટેલોગ મુજબ HD 82139 તરીકે અને TESS કેટેલોગ મુજબ TOI 1789 તરીકે ઓળખાય છે. તેથી આ ગ્રહ આઇએયુના નામકરણ મુજબ TOI 1789b અથવા HD 82139b છે. પ્રોફેસર અભિજિત ચક્રવર્તીના વડપણ હેઠળની સંશોધકોની ટીમાં વિદ્યાર્થી અને ટીમ સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં યુરોપ અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય સહિયોગીઓ પણ હતા.
આ નવી શોધવામાં આવેલી સ્ટાર પ્લેનેટ સિસ્ટમ અજોડ છે. આ ગ્રહ તેના મુખ્ય તારાનું માત્ર 3.2 દિવસમાં પરિભ્રમણ કરે છે, જેથી તે આ તારાની ઘણો જ નજીક છે. માઉન્ટ આબુ સ્થિતિ 1.2 મીટરના ટેલિસ્કોપથી પીઆરએલએ શોધેલો આ બીજો ગ્રહ છે.