મેક’વાઇટ્સ, જેકબ્સ અને કેર્સ સહિત યુકેની કેટલીક સૌથી પ્રિય અને આઇકોનિક બ્રાન્ડ્સ પાછળની વૈશ્વિક સ્નેકિંગ કંપની પ્લાડિસે પોતાના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના યુકે અને આયર્લેન્ડના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટેરીન-લિસા મોલે-મેકકોનેલને નિયુક્ત કર્યા છે.
કંપનીના એમડી ડેવિડ મરેની મુખ્યત્વે મહિલા લીડરશિપ ટીમ લાઇન-અપને પૂર્ણ કરીને લીસા પ્લાડિસ યુકે અને આયર્લેન્ડને મીઠા અને સ્વાદિષ્ટ બિસ્કિટ અને કેકમાં નવીનતા લાવવા માટે કંપનીની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરવા માટે જવાબદાર રહેશે.
ડેવિડ મરેએ કહ્યું હતું કે “ટેરીન યુરોપીયન અને વૈશ્વિક બજારોમાં વિવિધ FMCG કંપનીઓમાં 20 વર્ષથી વધુનો વ્યૂહાત્મક R&D લીડર તરીકેનો ઘણો અનુભવ ધરાવે છે. તેઓ દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદક AVI, મેકકોર્મિક, મોન્ડેલેજ અને તાજેતરમાં જ પેપ્સિકો જેવી કંપનીઓમાં કામ કર્યા બાદ પ્લાડિસમાં જોડાયા છે, જ્યાં તેઓ ફ્લેવર અને સીઝનીંગ માટે ગ્લોબલ સિનિયર ડિરેક્ટરનો હોદ્દો ધરાવે છે. તેમણે ફૂડ ટેક્નોલોજીમાં ડિગ્રી સાથે કન્ફેક્શનર તરીકે તાલીમ મેળવી છે અને સુગર મિલિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેમ્પડેન BRI ખાતે બહુવિધ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા હતા.’’
પ્લાડિસના 13 લીડરશીપ હોદ્દાઓમાં સીએફઓ શ્રુતિ ચૌહાણ સાથે કુલ નવ મહિલાઓ છે.