લેણદારોએ રેસ્ક્યુ રીસ્ટ્રક્ચરને મંજૂરી આપ્યા પછી, પિઝા એક્સપ્રેસ પોતાની બર્મિંગહામ, બ્રિસ્ટલ અને લંડન સહિત વિવિધ નગરોમાં આવેલી ચેઇનની 73 રેસ્ટોરાં બંધ કરનાર છે જેને કારણે 1,100 નોકરીઓ જોખમમાં આવી ગઇ છે.
કેઝ્યુઅલ ડાઇનિંગ ચેઇનની યુકેમાં 355 પિઝા એક્સપ્રેસ રેસ્ટોરન્ટ ખુલી છે, અને 30થી વધુ રેસ્ટોરન્ટ્સ અને મ્યુઝિક વેન્યુ આગામી સપ્તાહમાં ફરીથી ખોલાશે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 150 આઉટલેટ્સનું સંચાલન પણ કરે છે.
કંપની વોલંટીયરી એરેન્જમેન્ટ (સીવીએ) ડીલને મંજૂરી આપવામાં આવતા (નાદારીનું એક સ્વરૂપ) યુકેમાં 9,000 નોકરીઓ સુરક્ષિત કરવામાં મદદ થશે. કંપનીને તેના થકી પોતાનું દેવું £735 મિલીયનથી ઘટાડીને £319 મિલીયન કરવામાં મદદ મળશે.