પિઝા એક્સપ્રેસ પોતાના બિઝનેસના બચાવવાની યોજનાના ભાગ રૂપે તેની 75 જેટલી રેસ્ટોરન્ટ્સ બંધ કરનાર છે જેને કારણે 1000થી વધુ નોકરીઓ જોખમમાં આવશે.
રેસ્ટોરન્ટ ચેઇન કંપની વોલંટરી એરેંજમેન્ટ કરી રહી છે – જે એક ઇન્સોલ્વન્સી પ્રોસેસ છે જે તેને સ્ટોર્સમાંથી બહાર નીકળવા દે છે અને ભાડામાં ઘટાડો કરે છે. તે ભારે દેવાના બોજ હેઠળ બોન્ડધારકો સાથેની વાટાઘાટોમાં પણ જોડાયેલી છે.
લંડનના સોહોમાં 1965માં સ્થપાયેલી, પિઝા એક્સપ્રેસ યુકે 470 રેસ્ટોરાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ 150 આઉટલેટ્સ ધરાવે છે અને યુકેમાં 8,000 લોકોને રોજગારી આપે છે. હોની કેપિટલ નામની ચીની કંપનીએ 2014માં £900 મિલીયનના ડીલમાં પિઝા એક્સપ્રેસ ખરીદી હતી.