મૂળ કેન્યાના કિસુમુના અને હાલ વેસ્ટ લંડન ખાતે રહેતા અને ક્વોલીટી ફૂડ્સના નામે લંડનમાં વર્ષોથી વેપાર કરતા પિયુષભાઇ બચુભાઇ સેદાણીનું 59 વર્ષની વયે મંગળવાર, તા. 29 જૂન 2021ના રોજ શાંતિપૂર્ણ નિધન થયું હતું.
તેઓ સ્વ. બચુભાઇ જીવરાજ સેદાણી અને સ્વ. લલિતાબેન બચુભાઇ સેદાણીના પુત્ર હતા. તેઓ પોતાની પાછળ પ્રેમાળ પત્ની પ્રજ્ઞાબેન અને વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
પિયુષભાઇએ પોતાનું જીવન ખૂબ જ જુસ્સા, પ્રેમ અને ઉદારતા સાથે જીવ્યું હતું. તેમને મળવાનું અને જાણવાનું સૌભાગ્ય ધરાવનારા બધાને તેઓ હાસ્ય અને ખુશી આપતા હતા. વિખ્યાત ક્વોલીટી ફૂડ્સના બિઝનેસ થકી તેમણે વ્યાપક લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમના આત્માની શાંતિ અર્થે
પરિવાર દ્વારા તા. 30 જૂન બુધવારથી શુક્રવાર તા. 9 જુલાઇ સુધી રોજ સાંજે 8થી 9 દરમિયાન ઝૂમ પર દૈનિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝૂમ મીટિંગ આઈડી: 894 8628 3676 અને પાસકોડ: 250761 છે. શુક્રવાર 2 જી જુલાઇ સિવાય, જલારામ ટીવી (http://jalaram.tv/) પર દૈનિક પ્રાર્થના કરાશે.
તેમની અંતિમક્રિયા ગુરૂવાર તા. 6 જુલાઈના રોજ બપોરે 2-45 કલાકે (આમંત્રિત સ્વજનો માટે) બ્રેકસ્પીયર્સ ક્રિમીટરિયમ ખાતે સંપન્ન થશે. તેમાં ભાગ લેવા માંગતા લોકો વેબસાઇટ https://watch.obitus.com પર યુઝર નેમ deqe8992 અને પાસવર્ડ 018528 વાપરીને ભાગ લઇ શકશે.
કોવિડ રોગચાળા અને સરકારી પ્રતિબંધોને લીધે, પરિવારે સૈ સ્વજનોને વિનંતી કરી છે કે આ સમયે વ્યક્તિગત મુલાકાતને મંજૂરી નથી.
સંપર્ક: અરવિંદભાઇ: 07958 349 999 ઇમેઇલ: [email protected]