અમેરિકાના પીટ્સબર્ગમાં રવિવારે હાઉસ પાર્ટીમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે સગીરના મોત થયા હતા અને ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા. ઘરમાં 50 રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને ઘરની બહાર પણ ફાયરિંગ થયું હતું. પિસ્ટોલ અને રાઇફલમાંથી ફાયરિંગ થયું હોવાના પુરાવા મળ્યા હતા.
પીટ્સબર્ગ પોલીસે જણાવ્યું હતું કે ટૂંકા ગાળા માટે ભાડે રાખેલા મકાનમાં એક પાર્ટી દરમિયાન રાત્રે 12.30 કલાકે ફાયરિંગ થયું હતું. પાર્ટીમાં ઓછામાં ઓછા 200 લોકો હાજર હતા અને તેમાંથી મોટા ભાગના યુવાનો હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી બે વ્યક્તિના મોત થયા હતા. મૃતકોની તાકીદે ઓળખ થઈ શકી ન હતી. બીજા લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા. મકાનની બારીમાંથી કુદકો મારતા બે વ્યક્તિને ફેક્ચર થયું હતું.