પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની ઉડ્ડયન નિયમનકાર DGCAએ જારી કરેલા સુધારેલા ધોરણો અનુસાર પાઇલટ્સ અને ક્રૂ મેમ્બરો માઉથવોશ, ટૂથ જેલ અથવા આલ્કોહોલિક સામગ્રી ધરાવતા કોઈપણ પદાર્થનો ઉપયોગ કરી શકશે નહીં.આ ઉપરાંત, દારૂના સેવન માટે વિમાન કર્મચારીઓની તબીબી તપાસ માટેની પ્રક્રિયાને લગતા ધોરણોમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે.

બુધવારે ડીજીસીએએ જણાવ્યું હતું કે શરાબ સેવન માટે વિમાન કર્મચારીઓની તબીબી તપાસ માટેની પ્રક્રિયા પર નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR)માં સુધારો કર્યો છે. તેનો હેતુ ફ્લાઇટમાં સુરક્ષામાં વધારો કરવાનો છે. કોઈપણ ક્રૂ મેમ્બર કોઈપણ ડ્રગ/ફોર્મ્યુલેશનનું સેવન ન કરે અથવા માઉથવોશ/ટૂથ જેલ અથવા આલ્કોહોલિક સામગ્રી ધરાવતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર, ફ્યુઅલ સેલ ટેક્નોલોજી સાથે બ્રેથ એનાલાઇઝર ઇક્વિપમેન્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને કેલિબ્રેશન એજન્સીઓના સર્વેલાન્સ માટે પ્રોસેજિર દાખલ કરાઈ છે.

 

LEAVE A REPLY