ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના આરોપીઓના ફોન તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા આવ્યા છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અને અન્ય લોકોની કસ્ટડીમાં પૂછપરછ અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)દ્વારા કેસના મૂળ સુધી પહોંચવા અને ડ્રગ્સ ક્યાંથી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે અંગે વિવિધ તપાસ પણ કરવામાં આવી રહી છે. આ માટે NCB દ્વારા તપાસ માટે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓના ફોન ગાંધીનગરની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ફોરેન્સિક તપાસ માટે જાણીતી ગાંધીનીગરની ફોરેન્સિક લેબોરેટરીમાં જાણીતી છે. NCB દ્વારા મુંબઈની કોર્ટમાં કરેલી રજૂઆત દરમિયાન વોટ્સએપ ચેટ્સ દ્વારા કેટલી મહત્વના પુરાવા મળવાની વાત કરી હતી. આ રેકોર્ડ્સની તપાસ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કેટલા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું તેને લગતી વિવિધ માહિતી સામે આવી શકે છે. ફોરેન્સિક લેબમાં ફોનમાંથી મહત્વના કેસને લગતા રેકોર્ડ્સ એકઠા કરવામાં આવશે. આ રેકોર્ડના આધારે કેસની તપાસમાં વધુ મદદ મળી શકે છે.