હોમ ઑફિસના ભૂતપૂર્વ વડા સર ફિલિપ રત્નમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના દાવા બદલ £340,000 વળતર પેટે અને કાનૂની ખર્ચ ચૂકવવા માટે સરકાર સહમત થઇ હતી અને સરકારે કેસનો નિકાલ કર્યો હતો. સર ફિલિપની નજીકના સૂત્રોએ બીબીસી રેડિયો 4ને પુષ્ટિ આપી હતી કે તેમને વળતર મળ્યું છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બુલીઇંગ કરતા હોવાના આક્ષેપ કરીને તેમણે રાજીનામુ આપ્યું હતું. જેને પટેલે ઇન્કાર કર્યો હતો.
આ અંગેના દાવાને આ સપ્ટેમ્બરમાં એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સાંભળવામાં આવનાર હતા. વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી એફડીએ આ અંગેના દાવાને આ સપ્ટેમ્બરમાં એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સાંભળવામાં આવનાર હતા. વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ યુનિયન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં સર ફિલિપે જણાવ્યું હતું કે આ સમાધાનથી તેઓ ખુશ છે.
હોમ ઑફિસના પર્મેનન્ટ સેક્રેટરી તરીકે વર્ષે £ 150,000થી વધુ કમાતા સર ફિલિપે જણાવ્યું હતું કે તેમણે પટેલની વર્તણૂક બદલવાની કોશિશ કર્યા પછી તેઓ ‘વીસીયશ અને ઓર્કેસ્ટરેટેડ’ બ્રીફિંગ અભિયાનનો ભોગ બન્યા હતા. બંને પક્ષોએ સંયુક્તપણે તારણ કાઢ્યું હતું કે આ તબક્કે સમાધાન સુધી પહોંચવું બંને પક્ષોના શ્રેષ્ઠ હિતમાં છે.
સર ફિલિપના રાજીનામાથી કેબિનેટ કચેરીએ તપાસ શરૂ કરી હતી કે શું પ્રીતી પટેલે મિનીસ્ટરીયલ કોડ ઑફ કંડક્ટને તોડી હતી. વડા પ્રધાનના સ્ટાન્ડર્ડ ચિફ સર એલેક્સ એલને પ્રિતિ પટેલના અભિગમ વર્તનને યોગ્ય ગણ્યો હતો. પરંતુ જોન્સને આ અહેવાલને નકારી કાઢ્યો હતો અને પટેલને પદ પર રાખ્યા હતા. જેને પગલે સર એલેક્સે રાજીનામું આપ્યું હતું. બાદમાં, પટેલે તેમના કથિત વર્તન બદલ માફી માંગી હતી. એફડીએ યુનિયને જૉન્સનના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.