– બાર્ની ચૌધરી દ્વારા
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) એશિયન અને શ્યામ લોકોના કોવિડ-19ની બીમારીમાં થતા અપ્રમાણસર મોત અંગેની સમીક્ષામાં કી નિષ્ણાતો અને સંગઠનો સાથે ઑપચારિક રીતે વાત કરવામાં નિષ્ફળ ગયું છે તેમ વિશ્વસનીય સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું.
પીએચઇ રીપોર્ટમાં અગાઉના અન્ય અહેવાલોની જેમ જ લઘુમતીઓના ઉંચા મૃત્યુદરનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ કોરોનાવાઈરસનો ચેપ ધારણ કરનાર BAME લોકોનુ જોખમ કેવી રીતે ઘટાડવું તેની કોઈ ભલામણો નથી.
‘ગરવી ગુજરાત’ સમજે છે કે બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ), જે સૌથી પ્રભાવશાળી ડૉક્ટરનું યુનિયન છે તેને પણ સમીક્ષામાં ઇનપુટ મેળવવા માટે પીએચઇનો ‘પીછો’ કરવો પડ્યો હતો. એક સ્રોતે જણાવ્યું હતું કે, અંતે, બીએમએની પોલીસી ટીમે ગત સપ્તાહે એક પત્ર મોકલ્યો હતો, જેમાં ડોકટરોની ચિંતાઓ જણાવી હતી.
વેસ્ટમિન્સ્ટરના એક સાંસદે જણાવ્યું હતું કે “આ વાત માની શકાય તેવી નથી કે બીએમએએ આવા મહત્વપૂર્ણ કામમાં સામેલ થવા માટે ભીખ માંગવી પડે, અને તો પ્રશ્ન એ છે કે છેલ્લાં છ અઠવાડિયાથી પીએચઇ કરે છે શું? આપણે આઠ અઠવાડિયામાં નાઈટીંગેલ હોસ્પિટલ બનાવી શકીએ, તો છ વીકની અંદર અમલ કરી શકાય તેવી સંબંધિત નીતિ ભલામણો સાથેનો અહેવાલ તૈયાર કરવો માણસની સમજશક્તિથી બહાર નથી.”
આ અખબારને જણાવાયું છે કે પીએચઇએ સમીક્ષાની જાહેરાત પહેલાં એક વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં બીએમએ, આરોગ્ય નિષ્ણાતો તથા અન્ય જૂથો હતા, જેઓ BAME મૃત્યુ પર સમજ અથવા કાર્યવાહીના અભાવ અંગે ચિંતિત હતા. તેમને કહેવાયું હતું કે એનએચએસ સમીક્ષા કરશે, પરંતુ પછીથી તે બદલીને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને સોંપવામાં આવી હતી.
એક ડોક્ટરે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “આખી પ્રક્રિયા અપારદર્શક રહી છે. પ્રથમ, અમને કહેવામાં આવ્યું કે તે સાયમન સ્ટીવન્સ (એનએચએસ ચીફ એક્ઝિક્યુટિવ) હશે, પછી તે સરકારી સમીક્ષા હતી, પછી પીએચઇ પાસે તપાસ આવી હતી. કોણ શું કરી રહ્યું છે તે કોઈને ખબર નથી. અમારા ડોકટરો પાસે અમારા પોતાના અનુભવો અને મુદ્દાઓ હોવાથી અને અમને અસર થતી હોવાથી ઘણું કહેવાનું હતું. પરંતુ અમારી પાસે કોઈ ઇનપુટ નથી.
“પરંતુ ‘ગરવી ગુજરાત’ સમજે છે કે દેશના અગ્રણી નિષ્ણાતોમાંના એક, યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને લેસ્ટર જનરલ ઇન્ફર્મરીના પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર કમલેશ ખુંટીની સલાહ લેવામાં આવી નથી.
બીજા નિષ્ણાંતે દાવો કર્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયામાં રાજકારણ રમાયું છે. ભૂતપૂર્વ ઇક્વાલીટી ચિફ, ટ્રેવર ફિલિપ્સને સમીક્ષા પેનલનો ભાગ બનાવવા બાબતે પીએચઇને ચળવળકારોનો ‘ડર લાગ્યો’ હતો. વિલંબ કરવાનો નિર્ણય રાજકીય કાંઈ સિવાય કંઈ નથી.
મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ નિષ્ફળ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા પ્રકાશિત ‘COVID-19’ ના જોખમ અને તેના પરિણામોમાં અસ્પષ્ટતા અંગે લિબરલ ડેમોક્રેટના હેલ્થ, વેલબીઇંગ અને સોશિયલ કેરના પ્રવક્તા મુનિરા વિલ્સને કહ્યું હતું કે “રીપોર્ટના તારણો દર્શાવે છે કે BAME લોકો અસાધારણ રીતે કોરોનાવાઈરસના સંકટથી પ્રભાવિત થઈ રહ્યા છે જે અવિશ્વસનીય રીતે ચિંતાજનક છે. રોગચાળાના ઘણા પરિણામો આપણા સમાજમાં અસ્તિત્વમાં રહેલી અસમાનતાને લીધે વધારે તીવ્ર છે.’’
“સામાજિક અને આર્થિક અસમાનતા અને આરોગ્યની અસમાનતાને કારણે BAME સમુદાયોના લોકો વાઈરસના ચેપના વધતા જોખમનો સામનો કરે છે. જો કે, આ અહેવાલ તે મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ ગયું છે અને યોગ્ય ભલામણો આપવામાં નિષ્ફળ ગયો છે. સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ અસમાનતામાં ફાળો આપનારા પરિબળો ઓળખવા માટે અને સરકાર શું કરશે તે સમજાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ.”