એશિયન મીડિયા ગ્રુપના સાપ્તાહિકો ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત ન્યૂઝવીકલીઝ સાથે જોડાયેલા પ્રકાશન ‘ફાર્મસી બિઝનેસ’ દ્વારા ‘ફાર્મસી ઓફ ટુમોરો’ થીમ પર કેન્દ્રિત ફાર્મસી બિઝનેસ કોન્ફરન્સમાં ક્લિનિકલ ગવર્નન્સના મહત્વ પર પ્રકાશ પાડી ફાર્મસીઓને દવાઓ ઉપરાંત વ્યાપક ક્લિનિકલ સેવાઓ પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષે ફાર્મસી બિઝનેસ કોન્ફરન્સના નેજા હેઠળ પ્રભાવશાળી કોન્ફરન્સના યોજવાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
વિડિયો સંદેશ દ્વારા કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે ફાર્મ સીના ભાવિ માટે પોતાનું બોલ્ડ વિઝન રજૂ કરતા ચીફ ફાર્માસ્યુટિકલ ઓફિસર (CPO), નેશનલ હેલ્થ સર્વિસીસ (NHS) ડેવિડ વેબે નજીકના ભવિષ્યમાં કોમ્યુનિટી ફાર્મસીઓ દ્વારા ઓફર કરવામાં આવતી ક્લિનિકલ સેવાઓના વિસ્તરણની હિમાયત કરી હતી.
ડેવિડ વેબે ફાર્મસી ફર્સ્ટ સર્વિસના ગ્રાઉન્ડબ્રેકિંગ ઉદઘાટનના પ્રથમ મહિનામાં જ 93,000 જેટલા કન્સલ્ટેશન કરતી ફાર્મસીઓના યોગદાનને ‘કોમ્યુનિટી ફાર્માસિસ્ટના સમર્પણ અને ખંતના પ્રમાણપત્ર’ તરીકે ગણાવી હતી. તેમણે ફાર્મસી સેવાઓના વ્યાપને વિસ્તૃત કરવાની યોજનાની રૂપરેખા આપી હતી, જેનો હેતુ સમગ્ર ઈંગ્લેન્ડમાં દર્દીઓ માટે સુલભતા અને પસંદગી વધારવાનો તથા હાલમાં એપોઈન્ટમેન્ટ બેકલોગ સાથે કામ કરી રહેલા જીપી પરનો બોજ ઘટાડવાનો છે.
આ વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવેલી ફાર્મસી ફર્સ્ટ સેવાઓની સફળતા સાથે ડેવિડ વેબે નજીકના ભવિષ્યમાં સેવાઓનું વિસ્તરણ કરવા અપીલ કરી હતી. તેમણે કોમ્યુનિટી સામુદાયિક ફાર્મસીઓ દ્વારા ઓફર કરવામાં આવતી “બ્લડ પ્રેશર તપાસ અને ગર્ભનિરોધક જેવી સેવાઓની સરાહના કરતાં કહ્યું હતું કે ફાર્મસી પ્રોફેશનલ્સ “પ્રાથમિક અને ગૌણ સંભાળ બંનેમાં વધુને વધુ મહત્વપૂર્ણ ક્લિનિકલ ભૂમિકાઓ” ભજવે છે. તેમણે આ આવશ્યક સેવાઓને દર્દીઓના ઘરની નજીક લાવીને ક્લિનિકલ સેવાઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જે કોમ્યુનિટી ફાર્મસીઓ દર્દીઓને પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
ડેવિડ વેબે દર્દીઓની સારસંભાળનો ઍક્સેસ પ્રદાન કરવામાં કોમ્યુનિટી ફાર્મસીની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે “ઇંગ્લેન્ડમાં 80 ટકા લોકો કોમ્યુનિટી ફાર્મસીના 20 મિનિટના અંતરે રહે છે. આ વિસ્તરણ દર્દીઓ માટે માત્ર સગવડતામાં સુધારો જ નહિં પણ તેમને વધુ સારા સ્વાસ્થ્ય તરફ સક્રિય પગલાં ભરવા માટે પણ સશક્ત બનાવે છે.’’
કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ (CPE) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેનેટ મોરિસન પણ તમામ ફાર્મસીઓમાં 7 આવશ્યક સેવાઓ પૂરી પાડતી ફાર્મસી ફર્સ્ટ સર્વિસીસની સફળતા વિશે વેબ સાથે સંમત થયા હતા. તેમણે ફાર્મસી ક્ષેત્ર માટે પોલીસી મેકર્સને ટકાઉ રોકાણોને સુરક્ષિત કરવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ફાર્મસી ફર્સ્ટ એ ફાર્માસિસ્ટ માટે તેમની ક્ષમતાઓનો સ્વતંત્ર પ્રિસ્ક્રાઇબર તરીકે ઉપયોગ કરવાની તક રજૂ કરે છે, જે EHC જેવી સેવાઓ દ્વારા સુલભ આરોગ્યસંભાળ સપોર્ટ ઓફર કરે છે. અમલીકરણના પડકારો હોવા છતાં, ફાર્મસી ફર્સ્ટ પ્રાયમરી કેર પ્રણાલીઓ અને NHS-વ્યાપી રેકોર્ડ્સમાં આંતર કાર્યક્ષમતાને અંડરપિન કરે છે, જે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. અમારો ડેટા ફાર્માસિસ્ટમાં આશાવાદ અને હકારાત્મકતા દર્શાવે છે, ફાર્મસી ફર્સ્ટને કોમ્યુનિટી ફાર્મસીની ક્ષમતાની માન્યતાના સંકેત તરીકે ઓળખે છે.”
ફાર્મસી માટે ફાળવેલ £645 મિલિયનની સરકારની જાહેરાત અંગે મંતવ્ય આપતાં મોરિસને ફાર્મસી ક્ષેત્રના વર્તમાન લેન્ડસ્કેપ અને આવતીકાલની ફાર્મસીઓના વિઝન બાબતે કહ્યું હતું કે ‘’છેલ્લા પાંચ વર્ષમાં ડિસ્પેન્સીંગ વોલ્યુમમાં 11 ટકાનો વધારો થયો છે. જ્યારે માર્જિનમાં ઘટાડો થયો છે. ભંડોળની આ ઉણપ ફાર્મસીઓ માટે પોષાય તે રીતે સંચાલન કરવાનું અને વધતી જતી ક્લિનિકલ સેવાઓની ભૂમિકાને સમર્થન આપવાનું મુશ્કેલ બનાવે છે જે ભંડોળના વર્તમાન સ્તરો હેઠળ કોમ્યુનિટી ફાર્મસી માટે કલ્પના કરવામાં આવે છે. અમે જાણીએ છીએ કે વર્તમાન કરાર 8 બિલિયન ડ્યુટી સાથેના ડિસ્પેન્સીંગ માટે અપૂરતો છે અને સરકાર અને NHS સાથે કોમ્યુનિટી ફાર્મસી કોન્ટ્રાક્ટ ફ્રેમવર્ક 2024/25 વિશે વાટાઘાટો ચાલી રહી છે.’’