લીડર્સ પેનલ: ડાબેથી એડિટર, ફાર્મસી બિઝનેસ પ્રિયંકુર માંડવ; સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ડૉ. ભરત શાહ CBE; જેનેટ મોરિસન OBE; ગેરેથ જોન્સ; ડૉ. લેયલા હેનબેક તથા એવિસેના ચેરમેન સલીમ જેઠા.

ઈંગ્લેન્ડમાં કોમ્યુનિટી ફાર્મસી માટેના મુખ્ય નેગોશિએટર જેનેટ મોરિસને તા. 14ને રવિવારે લંડનમાં યોજાયેલી 7મી વાર્ષિક ફાર્મસી બિઝનેસ કોન્ફરન્સમાં પોતાના સમાપન કીનોટ પ્રવચનમાં કહ્યું હતું કે ‘’સરકારના મિનિસ્ટર્સ ઈંગ્લેન્ડમાં કોમ્યુનિટી ફાર્મસીના ભાવિને “મોટા માર્ગ” તરીકે જોઈ રહ્યા છે. મને લાગે છે કે તેઓ માને છે કે તેઓ સ્કોટલેન્ડ મોડલથી આગળ વધી ગયા છે. ”

ફાર્મસી કોમન કંડીશન સર્વિસ માટે ફાળવવામાં આવેલા £645 મિલિયન પર મંતવ્યો આપતા, ફાર્માસ્યુટિકલ સર્વિસ નેગોશિયેટીંગ કમિટીના CEO મોરિસને ‘ફાર્મસી રીમેજીન્ડ’ શીર્ષક ધરાવતી કોન્ફરન્સમાં કહ્યું હતું કે “તેમની વિચારસરણી ભવિષ્ય માટે મોટી અને વધુ આગળ પગલાં લેવાની છે. મને લાગે છે કે પ્રથમ વખત, કોમ્યુનિટી ફાર્મસીને પ્રાયમરી કેરના એક ભાગ તરીકે ખરેખર મૂળભૂત રીતે જોવામાં આવી રહી છે જે આપણને ભવિષ્ય માટે આશા આપે છે.

ઇંગ્લેન્ડમાં કોમ્યુનિટી ફાર્મસીઓ લાંબા સમયથી સ્કોટલેન્ડ-શૈલીની ફાર્મસી ફર્સ્ટ સેવા માટે ઝુંબેશ ચલાવી રહી છે. જે ફાર્માસિસ્ટને સામાન્ય ક્લિનિકલ પરિસ્થિતિઓની શ્રેણીની સારવાર કરવાની મંજૂરી આપે છે અને બિનજરૂરી GP અને કલાકની બહારની એપોઇન્ટમેન્ટ ટાળવામાં મદદ કરે છે. સરકારે જાહેર કરેલ નવી મદદ બે વર્ષમાં ઉપલબ્ધ કરવાશે. જે ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ફાર્માસિસ્ટને સાત સામાન્ય બિમારીઓ માટેના પ્રિસ્ક્રિપ્શન લખવાની મંજૂરી આપશે.

મોરિસને જણાવ્યું હતું કે “એક દાયકામાં કોમ્યુનિટી ફાર્મસીમાં આ સૌથી નોંધપાત્ર રોકાણ છે અને તે સખત વાટાઘાટોને અનુસરે છે. જો કે ગેરહાજર વર્કફોર્સના દબાણ, ફાર્માસિસ્ટ અને ફાર્મસી ટેકનિશિયનની અછત જેવા ઘણા તાકીદના મુદ્દાઓનો આ ક્ષેત્ર સામનો કરી રહ્યું છે.

કોન્ફરન્સના પ્રતિનિધિઓએ મોટાભાગના સ્વીકાર સાથે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જો કે, અમુક લોકોને લાગ્યું હતું કે આ રોકડ ઇન્જેક્શન “ખૂબ જ મોડું” છે. એક વક્તા તેને “ભાંગી પડેલા મકાન પર એક્સ્ટેંશન બનાવવા” સાથે સરખાવ્યું હતું.

ફાર્મસી લીડર્સ પેનલ પર બોલતા, એસોસિયેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીઝના સીઈઓ ડો. લયલા હેનબેકે સંમત થતાં કહ્યું હતું કે ‘’નવા પૈસા યોગ્ય દિશામાં એક પગલું છે. સેક્ટરોને ઉકેલવા માટે તે પૂરતો કોઈ રસ્તો નથી. કોર ફંડિંગ મુદ્દાઓ વર્ષોથી ચાલી રહ્યા છે. વધુ પડતુ કામ કરતા ફાર્માસિસ્ટ દરરોજ સ્ટાફ, સંસાધનો અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરે છે અને તેમને લાગે છે કે તેમની સાથે પંચિંગ બેગની જેમ વ્યવહાર કરવામાં આવે છે”.

સ્વાગત પ્રવચનમાં ફાર્મસી બિઝનેસના એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકીએ બહુ સમયથી રાહ જોવાતી ફાર્મસી ફર્સ્ટ સર્વિસને કોમ્યુનિટી ફાર્મસી માટે “સંભવિત ગેમ-ચેન્જર” ગણાવતાં કહ્યું હતું કે ‘’તે દેશના પ્રાયમરી કેર માળખામાં “તેના અસંદિગ્ધ મૂલ્યને પ્રદર્શિત કરવા, તેના હેતુની પુનઃકલ્પના કરવા અને પોતાને વધુ ઊંડાણમાં એમ્બેડ કરવા” ક્ષેત્ર માટે દરવાજા ખોલશે.

એનએચએસ ઈંગ્લેન્ડના ફાર્મસી ઈન્ટિગ્રેશનના વડા અને દર્દીનો ઍક્સેસ વધારવાની અપેક્ષા ધરાવતા અને કેર, હેલ્થ કેર સીસ્ટમમાં ક્ષમતા સુધારવા તથા વ્યક્તિગત આરોગ્ય પરિણામોમાં સુધારો કરવા માંગતા એન જોશુઆએ ફાર્માસિસ્ટ ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્ક્રાઇબિંગ સર્વિસ માટેની યોજનાઓ અંગે જણાવ્યું હતું કે, “કોન્ફરન્સ માટેનો સમય વધુ સારો ન હોઈ શકે. કોમ્યુનિટી ફાર્મસીના ભવિષ્યનું નિર્માણ શરૂ કરવાની આ એક વાસ્તવિક તક છે. હું ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્ક્રાઇબિંગના સંદર્ભમાં ડિજિટલ ઇન્ટરઓપરેબિલિટી વિશે ખાસ કરીને ઉત્સાહિત છું કારણ કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અમને NHS દૃષ્ટિકોણથી આગળ મોટું પગલું ભરવા માટે સક્ષમ બનાવશે.”

આગામી પેઢી માટે હેલ્થ ટેક’ પર પ્રેઝન્ટેશન આપતા, ઇન્વેટેક હેલ્થના સીઇઓ તારિક મુહમ્મદે રૂપરેખા આપી હતી કે કેવી રીતે ટેક્નોલોજીની પ્રગતિએ કોમ્યુનિટી ફાર્મસીને વસ્તુઓ અલગ રીતે કરવાની તક આપી છે. તેમણે કહ્યું હતું કે જો આપણે આપણા હેતુની પુનઃકલ્પના કરી શકીએ અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે અલગ રીતે વિચારી શકીએ, તો આપણે માત્ર આજના પડકારોને જ નહીં પરંતુ આગામી પેઢી માટે હેલ્થકેર ડિલિવરીના કેન્દ્રમાં ફાર્મસીને સ્થાન આપી શકીએ છીએ.”

ટેક્નોલોજીની આસપાસની ચર્ચાઓ કેન્દ્રમાં હતી ત્યારે નિષ્ણાતોની એક પેનલે કોમ્યુનિટી ફાર્મસી માટે ઓટોમેશન અને ડિજિટલ સોલ્યુશન્સ – એપ્સના ઉપયોગથી લઈને રોબોટિક્સને ઝડપથી અપનાવવાની ચર્ચા કરી હતી.

ડિસ્પેન્સીંગમાં વપરાતા વધુ સમય અંગે ફરિયાદ કરતા સુપરિન્ટેન્ડેન્ટ ફાર્માસિસ્ટ રાજ રોહિલ્લાએ વર્ણવ્યું હતું કે ‘’ત્રણ ફાર્મસીઓને ઓટોમેટીંગ કર્યા પછી હું હવે ખુશ છું. અમે થોડા સમયમાં ડિસ્પેન્સિંગનો મોટો ભાગ પૂરો કરી શકીએ છીએ અને સેવાઓ પૂરી પાડવા માટે ખાલી સમયનો ઉપયોગ કરી શકીએ છીએ.’’

નેશનલ ફાર્મસી એસોસિએશનના એક્સટર્નલ અને કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર ગેરેથ જોન્સ દ્વારા સંચાલિત સત્રમાં રાજે જણાવ્યું હતું કે, “અમારો વિચાર બપોરના 3 વાગ્યા સુધીમાં તમામ ડિસ્પેન્સિંગ કામ પૂર્ણ કરવાનો હતો અને પછી વધારાની સેવાઓ કરવાનો હતો.”

ફાર્માસિસ્ટ અને એઆઈ નિષ્ણાત યાસ્મીન કરસને હોલ્થકેરમાં વ્યાપકપણે આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સને ઝડપથી અપનાવવાની શક્યતાઓ પર પ્રકાશ પાડ્યો હતો કે ખાસ કરીને કોમ્યુનિટી ફાર્મસીમાં ડેટા સંગ્રહ હજુ પણ એક જીગ્સૉનો એક ભાગ હતો. કોન્ફરન્સમાં કહેવાયુ હતું કે  ‘’દર્દીના ડેટામાં પૃથ્થકરણ માટે ઘણી સંભાવનાઓ છે, પરંતુ જ્યાં સુધી તે સુસંગત ન હોય ત્યાં સુધી આ સંભવિતતાને બહાર કાઢી શકાતી નથી.’

તેણીએ કહ્યું હતું કે કોમ્યુનિટી ફાર્મસી પહેલાથી જ “અમારી PMR સિસ્ટમ્સમાં હાસ્યાસ્પદ રકમનો ડેટા” ધરાવે છે જેનો ઉપયોગ હાઇપરટેન્શન જેવી લાંબા ગાળાની પરિસ્થિતિઓ માટે તબીબી સહાયના અનુમાનિત વિશ્લેષણ માટે AI-આધારિત મોડેલ બનાવવા માટે થઈ શકે છે.

બે વધુ પેનલોએ કહ્યું હતું કે કોમ્યુનિટી ફાર્મસીએ ક્લિનિકલ સેવાઓને મોખરે રાખવી જોઈએ અને તેઓ જે સમુદાયોમાં સેવા આપે છે તેમાં ફાર્મસી કેવી રીતે સેલ્ફ કેરને પ્રોત્સાહન આપી શકે તેની ચર્ચા કરી હતી.

LEAVE A REPLY