હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોનાવાયરસ રોગચાળામાં ફાર્માસિસ્ટ્સની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી અને આ ક્ષેત્ર માટે વધુ ટેકો આપવાનું વચન આપ્યું હતું.
મેટ હેનકોકે મંગળવારે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતુ કે “અમે ફાર્મસીમાં વધુને વધુ ટેકો મૂકીશું. BME બેકગ્રાઉન્ડના લોકોનો મોટો હિસ્સો ફાર્મસીઓમાં કામ કરે છે. ફાર્મસી ક્ષેત્ર તેમના વગર પડી ભાંગે.”
સંખ્યાબંધ સ્વતંત્ર ફાર્માસિસ્ટ્સે કહ્યું હતુ કે તેઓ આ રોગચાળા દરમિયાન તેમના ધંધાને સતત ચાલુ રાખવા માટે હજારો પાઉન્ડ ચૂકવી રહ્યા છે. તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે સંમત થઇ અપાયેલા £300 મિલિયનના એડવાન્સનુ સ્વાગત કર્યું છે, પણ એક વધતો ભય એ છે કે જો એપ્રિલ અને મે માસ માટે મેળવેલા આગોતરા ભંડોળને ચુકવવું પડશે તો ઘણી સ્વતંત્ર ફાર્મસીઓનુ ભાવિ અનિશ્ચિત થઈ જશે.
શું આ ઉપાડની રકમ લખી વાળવામાં આવી શકે છે અને તેઓ કોમ્યુનિટી ફાર્મસી માટે વધારાના ભંડોળ તરફ ધ્યાન આપી રહ્યા છે તેમ પૂછાતા હેનકોકે કહ્યું હતુ કે “દુર્ભાગ્યવશ, જો હું વધુ કઇંક કહીશ તો ચાન્સેલર ખૂબ ખુશ નહીં થાય. પરંતુ એવું કંઈક છે જેના પર હું ફાર્મસી ક્ષેત્ર સાથે કામ કરું છું – એવું શુ કરીએ કે ફાર્મસીઓ આ મુશ્કેલ સમયમાં ટકી રહે અને સમર્થન અનુભવે. મને એ હકીકત મળી છે કે જે લોકો સામાન્ય રીતે સબસિડીવાળા સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદતા નથી તે કેટલીક સેવાઓ તમે ફાર્મસીના એક ભાગ રૂપે આપી રહ્યા છો. મને એ હકીકત મળી છે જેનાથી નીચેની બાજુ પર વધારે દબાણ આવે છે. તે એવી વસ્તુ છે કે જેના વિશે હું વેપાર સંગઠનો સાથે વાત કરી રહ્યો છું અને તેના પર અમે કામ કરી રહ્યા છીએ.’’
તેમણે જણાવ્યુ હતુ કે “હું એ હકીકતથી જીવંત છું કે કેટલાક સમુદાયોમાં કમ્યુનિટિ ફાર્મસીઓ જ ફક્ત એકમાત્ર સ્ટોર્સ છે જે ખુલે છે. ખાસ કરીને જ્યાં જી.પી. અથવા વૉક ઇન સેન્ટર આ કટોકટી દરમિયાન ખુલ્લા નથી. તેથી, કોમ્યુનિટી ફાર્મસીઓની પહેલાં કરતાં વધુ મોટી ભૂમિકા છે. હું કોમ્યુનિટી ફાર્મસીનો મોટો ચાહક છું. તેમની પાસે આપવા માટે જોઇએ તેના કરતા ઘણુ બધુ છે. તેઓ તેમની લાયકાતોની ટોચ પર જઇને કામ કરે છે અને કોમ્યુનિટી ફાર્મસી માટે આ કટોકટીની બહાર મોટી ભૂમિકા છે.’’
હેનકોકે જણાવ્યુ હતુ કે “જો કંઈપણ હોય તે, મારી વૃત્તિ ફાર્મસીઓ અને કોમ્યુનિટી ફાર્મસીઓને ટેકો આપવાની છે અને તે આગળ ચલાવવાનો મારો દ્રઢ સંકલ્પ ફરીથી બમણો થઈ ગયો છે અને અમે ફાર્મસીને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો છે તેથી એક મજબૂત ફાર્મસી ક્ષેત્ર તેમાંથી બહાર આવે છે અને તે રાષ્ટ્રની સેવા કરવા તૈયાર છે.”