પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલની ફિટનેસ-ટુ-પ્રેક્ટિસ કમિટીએ ફાર્માસિસ્ટ નાઝિમ હુસૈન અલીને સેન્ટ્રલ લંડનમાં 18 જૂન 2017 ના રોજ યોજાયેલી પેલેસ્ટિનિયન તરફી અલ કુદ્સ ડે રેલીમાં યહૂદી વિરોધી કરેલી ટિપ્પણી બાબતે બીજી વખત ચેતવણી આપી હતી. સમિતિને અલીએ કરેલી ચારમાંથી બે ટિપ્પણી યહૂદી વિરોધી હોવાનું જણાયું હતું.

પ્રારંભિક સુનાવણીમાં, અલી પર ચાર ટિપ્પણી કરવાનો આરોપ મૂકાયો હતો, જેને અપમાનજનક અને સેમિટિક ગણી શકાય. તેણે સુનાવણીમાં ટિપ્પણીઓ અપમાનજનક હોવાનું સ્વીકાર્યું હતું પણ તે યહૂદી વિરોધી હોવાનું નકારી કાઢ્યું હતું.

તેણે પ્રથમ ટિપ્પણીમાં કહ્યું હતું કે “કોઈપણ ઝિઓનિસ્ટ, યહૂદી, ડેપ્યુટીના બોર્ડનો સભ્ય કે ઇઝરાયેલને સમર્થન આપતી વ્યક્તિ તમારા કેન્દ્રમાં આવે છે તે રબ્બી નથી, તે એક ઢોંગી છે.”

તો બીજી ટિપ્પણી હતી કે ”ટોરી પાર્ટીના ઝિઓનિસ્ટ સમર્થકો, તેઓ ગ્રેનફેલમાં લોકોની હત્યા માટે જવાબદાર છે.’’ સમિતિએ શોધી કાઢ્યું હતું કે રેલીમાં અલીએ કરેલી અન્ય બે ટિપ્પણી યહૂદી વિરોધી સાબિત થઈ નથી.

LEAVE A REPLY