પ્રતિક તસવીર

ક્લાસ C કંટ્રોલ્ડ ડ્રગ્સના મોટા  જથ્થાના વેચાણ માટે દોષિત ઠેરવ્યા બાદ સધર્ક ક્રાઉન કોર્ટે ગુરુવારે લિટલઓવર, ડર્બીના 47 વર્ષની મનદીપ સિદ્ધુ અને ચેડલ, ગ્રેટર માન્ચેસ્ટરના 42 વર્ષના નબીલ નાસરને 24 મહિના માટે સસ્પેન્ડેડ એવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA)ના ક્રિમિનલ એન્ફોર્સમેન્ટ યુનિટ દ્વારા તપાસ બાદ અગાઉની સુનાવણીમાં તેમણે દોષીત હોવાનું કબૂલ્યું હતું. મે 2013 અને જૂન 2017 વચ્ચે થયેલા ગુના સમયે સિદ્ધુ અને નાસર બંને જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલમાં નોંધાયેલા ફાર્માસિસ્ટ હતા. સિદ્ધુ ડર્બીમાં ફાર્માસ્યુટિકલ હેલ્થ લિમિટેડ (PHL)ના ડિરેક્ટર હતા, જ્યારે નાસર સમગ્ર વિશ્વમાં ઘણી ફાર્મસીઓની માલિકી ધરાવતા હતા.

શ્રીમતી સિદ્ધુને ક્લાસ સી ડ્રગ્સ સપ્લાય કરવાના પાંચ ગુનાઓમાં બે વર્ષની કેદ અને ફોર્જરી માટે ચાર મહિનાની સજા ફટકારવામાં આવી હતી. વધુમાં, તેણીએ ડાયઝેપામ, ઝોલ્પીડેમ અને ઝોપિકલોનના ગેરકાયદેસર પુરવઠામાં તેણીની ભૂમિકા માટે 200 કલાકની કોમ્યુનિટી સર્વિસ કરવા હુકમ કરાયો હતો.

નાસરને ક્લાસ C દવાઓ, ડાયઝેપામ અને ઝોપિકલોન સપ્લાય કરવાના બે કાઉન્ટમાંથી પ્રત્યેક માટે બે વર્ષની જેલની સજા અને લાયસન્સ વિના જથ્થાબંધ વેપારના બે કાઉન્ટમાંથી દરેક માટે એક વર્ષની સજા અને 200 કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા કરાઇ હતી.

તેમણે ગેરકાયદેસર રીતે ક્લાસ C ડ્રગ્સના 55 મિલિયનથી વધુ ડોઝ પૂરા પાડ્યા હતા, જેમાં 47 મિલિયનથી વધુ ડોઝ ડાયઝેપામના હતા. સિદ્ધુએ MHRA ઇન્સપેક્ટરને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ઇન્વૉઇસ બનાવ્યા હતા.

LEAVE A REPLY