અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની નિષ્ણાત સમિતિએ ફાઇઝર-બાયોએનટેકે તૈયાર કરેલી કોરાનાની રસીના ઇમર્જન્સી વપરાશને ગુરુવારે મંજૂરી આપી હતી. ફાઇઝરની આ વેક્સિનને અત્યાર સુધી બ્રિટન, કેનેડા, બહેરિયન અને સાઉદી અરેબિયા ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી ચુક્યા છે.
હવે અમેરિકાએ પણ આ રસી વાપરવાની છૂટ આપી હતી. જો કે અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ કેસ અને કોરોનાથી થયેલાં સૌથી વધુ મરણ પણ અમેરિકામાં થયાં હતાં. યુએસ એફડીએની નિષ્ણાત સમિતિના 17 સભ્યોએ વેક્સિનને મંજૂરી આપવા અને ચાર સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એક સભ્યે મતદાન કર્યું ન હતું.
ચેપી રોગોના નિષ્ણાતો, બાયોસ્ટેટિસ્ટિશિયન અને બીજા વિજ્ઞાનીઓની બનેલી આ સમિતિની ભલામણ એફડીએ માટે બંધનકર્તા નથી, પરંતુ તે આગામી થોડા દિવસોમાં આ ભલામણનો અમલ કરે તેવી શક્યતા છે. રશિયા અને ચીનની વેક્સિનનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યું છે, પરંતુ તેના ક્લિનિકલ ટ્રાયલના ડેટા નથી.
ગુરૂવારે અમેરિકાની ડ્રગ એન્ડ ફૂડ ઑથોરિટી તથા વેક્સિન એન્ડ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ ઑથોરિટીની આઠ કલાકની બેઠક પછી ફાઇઝર-બાયોએનટેકની રસીને અમેરિકામાં ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો.
ફિલાડેલ્ફિયા હૉસ્પિટલ ફોર ચિલ્ડ્રનના વેક્સિન નિષ્ણાત ડૉક્ટર પૉલ ઓફિટે કહ્યું હતું કે કે રસી આપવાથી થનારા સંભવિત લાભને ધ્યાનમાં રાખીને કેટલુંક જોખમ હોવા છતાં આ રસી આપવાનો નિર્ણય અમે ખાસ સંજોગોને ધ્યાનમાં રાખીને લીધો હતો.