એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ લોકો તેમની સાથે કુતરો કે બિલાડી જેવા પાલતુ પ્રાણી રાખે તો તેમને તંદુરસ્ત મગજ જાળવી રાખવામાં મદદ મળી શકે છે. પાલતુ પ્રાણીથી યાદશક્તિ ઘટાડાના દરમાં ઘટાડો થાય છે અને ડિમેન્શિયાનું જોખમ ઘટે છે, એમ એક નવા અભ્યાસમાં જણાવાયું છે.
JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે એકલા રહેતા અને પાલતુ પ્રાણી રાખતા લોકોમાં મૌખિક યાદશક્તિ અને વર્બલ ફ્યુઅન્સીમાં ઘટાડાનો દર ધીમો રહે છે. પાલતુ પ્રાણી એકલવાયા જીવન તથા મૌખિક યાદશક્તિ અને વર્બલ ફ્યુઅન્સીમાં ઘટાડાના દરે વચ્ચેની ખાઇને સરભર કરે છે.
આ અભ્યાસમાં 50 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના 7,945 લોકોને આવરી લેવામાં આવ્યા હતાં. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે 2021માં તમામ અમેરિકનોમાંથી 28.5 ટકા લોકો ઘરોમાં એકલા રહેતા હતા, જે દર્શાવે છે કે વધુને વધુ લોકો તેમની ઉંમર સાથે એકલા રહે છે. તેઓએ એવો પણ અંદાજ કાઢ્યો છે કે વિશ્વભરમાં ડિમેન્શિયા ધરાવતા લોકોની સંખ્યા વધીને 2050માં 15.3 કરોડ થઈ જશે. 2019માં આવા લોકોની સંખ્યા 5.7 કરોડ હતી. જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડાને સફળતાપૂર્વક ઉલટાવી દેવા અથવા ડિમેન્શિયાની સારવાર માટે હાલમાં કોઈ અસરકારક ઉપચાર ઉપલબ્ધ નથી.
સંશોધકોએ જણાવ્યું હતું કે એકલા રહેતા વૃદ્ધ લોકોમાં ડિમેન્શિયા થવાનું ઊંચું જોખમ હોય છે અને એકલા રહેવું એ એવી સ્થિતિ છે જે સરળતાથી બદલાતી નથી. ઉલ્લેખનીય છે કે એકલવાયુ જીવન જીવતા પરંતુ પોતાની પાસે પાલતુ પ્રાણી રાખતા લોકોમાં મૌખિક યાદશક્તિ અને વર્બલ ફ્યુઅન્સીમાં ઘટાડાનો દર નીચો રહે છે. એકલવાયા જીવનને કારણે મોટી ઉંમરના લોકોમાં ડિમેન્શિયાનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં જો ડોગ કે બિલાડી જેવા પાલતુ પ્રાણી હોય તો એકલતામાં ઘટાડો થાય છે. એકલતા ડેમેન્શિયલ અને માનસિક ક્ષમતામાં ઘટાડા માટેનું એક મોટું જોખમ છે.
જોકે સંશોધકોએ ઉલ્લેખ કર્યો હતો કે પાલતુ પ્રાણીની માલિકી અને માનસિક ક્ષમતામાં ઘટાડાના દર વચ્ચેના સંબંધનો સંપૂર્ણ અભ્યાસ કરાયો નથી અને હાલના તારણો હજુ પણ વિવાદાસ્પદ છે.
00000000