ભારતની સુપ્રીમ કોર્ટમાં નોટબંધી અંગેના ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી એક અરજી કરાઈ છે. નરેન્દ્ર મોદી સરકારે 2016માં અચાનર નોટબંધી કરી હતી અને રૂ.500 અને રૂ.1000ની નોટો રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
અગાઉ સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટેની પાંચ જજની ખંડપીઠે 4-1ની બહુમતીથી યોગ્ય ઠેરવ્યો હતો. જોકે હવે વકીલ એમ એલ શર્માએ સુપ્રીમના આ ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરી છે. શર્માએ દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેમની લેખિત દલિલોની વિચારણા કરી ન હતી અને તેનાથી ગંભીર અન્યાય થયો છે. સર્વોચ્ચ અદાલતે 2 જાન્યુઆરીના ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારની નિર્ણય કરવાની પ્રક્રિયા ક્ષતિપૂર્ણ કે ઉતાવળી ન હતી. આ ઉપરાંત આર્થિક નીતિમાં ન્યાયિક સમીક્ષાનો અવકાશ મર્યાદિત છે.