પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મદરેસામાં મંગળવારે શક્તિશાળી બોંબ વિસ્ફોટથી સાત બાળકોના મોત થયા હતા અને 70ને ઇજા થઈ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પેશાવર શહેરના એસપી વકાર અઝીમે જણાવ્યું હતું કે સવારની પ્રાર્થના બાદ શહેરની ડિર કોલોનીમાં આવેલી મદરેસામાં આ વિસ્ફોટ થયો હતો. અજાણ્યા વ્યક્તિઓએ મદરેસાની દિવાલ નજીક વિસ્ફોટકો ભરેલી બેગ રાખી હતી. આ બેગમાં IED ડિવાઇસ હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ સમયે મદરેસામાં આશરે 40થી 50 બાળકો હતો. મદરેસાના વટીવટીતંત્રે જણાવ્યું હતું કે આ સંસ્થામાં આશરે 1,100 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ હુમલા માટે કોઇ ત્રાસવાદી સંગઠને હજુ જવાબદારી સ્વીકારી નથી.