વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમના ધ્યાન દરમિયાન (ANI Photo)

લોકસભાની ચૂંટણીના છેલ્લાં તબક્કાના શનિવારે મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની જનતાએ NDA સરકારને ફરીથી ચૂંટવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન છે, તથા તકવાદી INDI એલાયન્સ જનતા સાથે તાલમેલ મિલાવવામાં નિષ્ફળ રહ્યું અને મતદાતાઓએ તેમની અધોગામી રાજનીતિને નકારી કાઢી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકોએ તેમની સરકારનો ટ્રેક રેકોર્ડ અને જે રીતે તેના કામથી ગરીબ, વંચિત અને દલિત લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે તે જોયું છે. મોદીએ એક્સ પરની સંખ્યાબંધ પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતે મતદાન કર્યું છે! મતાધિકારનો ઉપયોગ કરનારા તમામનો હૃદયપૂર્વક આભાર. તેમની સક્રિય ભાગીદારી આપણા લોકતંત્રનો આધાર છે. તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ સુનિશ્ચિત કરે છે કે આપણા દેશમાં લોકશાહી ભાવના ખીલે. હું ખાસ કરીને ભારતની મહિલા શક્તિ અને યુવા શક્તિની પ્રશંસા કરવા માંગુ છું. ચૂંટણીમાં તેમની મજબૂત હાજરી ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે.

વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કરતાં મોદીએ જણાવ્યું હતું કે તકવાદી ઇન્ડી ગઠબંધન મતદારો સાથે તાલ મેળવવામાં નિષ્ફળ ગયું છે. તેઓ જાતિવાદી, સાંપ્રદાયિક અને ભ્રષ્ટ છે. મુઠ્ઠીભર પરિવારોને બચાવવા માટેનું આ જોડાણ રાષ્ટ્ર માટે ભવિષ્યવાદી વિઝન રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. સમગ્ર પ્રચાર અભિયાન દરમિયાન તેમણે માત્ર મોદીની ટીકા કરવામાં વધુ કુશળતા મેળવી છે. આવી અધોગામી રાજનીતિને લોકોએ નકારી કાઢી છે. તેમણે સમગ્ર ભારતના પ્રત્યેક NDA કાર્યકર્તાને બિરદાવ્યા હતાં.

LEAVE A REPLY