દેશમાં લોકડાઉન-4ના આજે પ્રથમ દિવસે જ ગુજરાત સિવાયના રાજયોએ કેન્દ્રની ગાઈડલાઈન મુજબનો અમલ શરૂ કરે તે પુર્વે જ અનેક રાજયોમાં છેલ્લી 56 દિવસની ‘કેદ’ જેવી હાલતમાં રહેલા લોકોએ નિયમોનું ઉલ્લંઘન કરીને માર્ગો પર આવી ગયા હતા અને આઝાદીનો શ્વાસ માણ્યો હતો.
ગુજરાતમાં ક્નટેનમેન્ટ ઝોન સિવાયના ક્ષેત્રોમાં વ્યાપક છૂટછાટો હશે તે નિશ્ચિત થતા અમદાવાદમાં પણ માર્ગો પર વધુ ભીડ જોવા મળી હતી. કર્ણાટકમાં મોટાભાગની દુકાનો ખુલ્લી થઈ છે અને લોકોએ પેન્ડીંગ રહેલી ખરીદી શરૂ કરી હતી. દિલ્હી અને કેરળના માર્ગો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.
પંજાબમાં રાજય સરકારે હેરકટીંગ સલૂન અને મર્યાદીત યાત્રીકો સાથે જાહેર પરિવહન, કેબ તથા ખાનગી ગાડીઓને મંજુરી આપી દેવામાં આવી છે. શહેરી ક્ષેત્રમાં રેસ્ટોરાને હોમ ડીલીવરીની વ્યવસ્થા સાથે કામ કરવાની ખાતરી જોવાઈ છે. કેન્દ્ર સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજુરી આપી નથી છતાં અનેક રાજયોમાં મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાએ ક્નટેનમેન્ટ સિવાયના ક્ષેત્રમાં પુરી રીતે દુકાનો ખોલી છે પણ રવિવારે પૂર્ણ લોકડાઉન રહેશે.
રાજયમાં ગુજરાત-મહારાષ્ટ્ર-કેરાળા અને તામિલનાડુના લોકોને તા.31 મે સુધી પ્રવેશ નહી આપવા જાહેરાત કરી છે અને જો કે હાલ મોલ બંધ રહેશે. કર્ણાટક સરકારના આ નિર્ણયથી હાલ ગુજરાતમાંથી બેંગ્લોર કે કર્ણાટકના અન્ય વિસ્તારોમાં જવા માટે છૂટ મળશે નહી.