'દિલ્હી ચલો' કૂચ માટે મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024ના રોજ પંજાબના પટિયાલા જિલ્લાની શંભુ સરહદ (પંજાબ-હરિયાણા) નજીક ખેડૂતો એકઠા થયા હતા. (PTI Photo)

ભારતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન ચાલુ થયું છે. વિવિધ ખેડૂતો સંગઠનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે મંગળવાર, 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચનું એલાન આપ્યું છે. પંજાબના ખેડૂતોએ તેમની કૂચ પણ ચાલુ કરી હતી.

બીજી તરફ હરિયાણા અને દિલ્હીના સત્તાવાળાએ વાહનોના પ્રવેશને રોકવા કોંક્રિટ બ્લોક્સ, રોડ સ્પાઇક અવરોધો અને કાંટાળા વાયરો મૂકીને પડોશી રાજ્યો સાથેની સરહદોની કિલ્લેબંધી કરી હતી. સત્તાવાળાએ હજારોની સંખ્યામાં પોલીસ તૈનાત કરીને પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કર્યાં છે.

12 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર અને ખેડૂત યુનિયનો વચ્ચે બીજા બેઠકમાં કોઇ સંમતી થઈ શકી ન હતી. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતાં અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંની  વિરોધ પક્ષો અને ખેડૂત સંગઠનોએ આલોચના કરી હતી. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) થતા ખાસ કરીને યુપી, હરિયાણા અને પંજાબના કેટલાક ખેડૂત સંગઠનોએ લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી આપતો કાયદો ઘડવા સહિતની માગણીએ સાથે દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂતોને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. રાહુલ ગાંધીએ  ખેડૂતોના માર્ગમાં બિછાવવામાં આવેલા ખિલાને જડમૂળથી ઉખેડી નાંખવાનો લોકોને હાકલ કરી હતી. પંજાબના મુખ્યપ્રધાન અને AAP નેતા ભગવંત માને દિલ્હી અને હરિયાણાના રસ્તાઓને ભારત-પાકિસ્તાન સરહદ સાથે સરખાવ્યા હતાં.

હરિયાણા સરકારે 15 જિલ્લામાં પાંચથી વધુ લોકોને એકઠા થતાં અટકાવવા માટે CrPCની કલમ 144 લાગુ કરી છે અને કોઈપણ પ્રકારના પ્રદર્શન અથવા કૂચ પર પ્રતિબંધ મૂક્યો છે. અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા સહિત સાત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ અને બલ્ક એસએમએસ 13 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

 

 

LEAVE A REPLY