ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે  ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન જવાની નથી. તેના પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે એશિયન ક્રિકેટ કાઉન્સીલ સમક્ષ એવી તૈયારી બતાવી છે કેઅમે ભારતની એશિયા કપની મેચો અન્ય દેશમાં રમાડવા માટે તૈયાર છીએ. જોકે તેની સાથે સાથે અમે ઈચ્છીએ છીએ કે એ પછી ભારતમાં વન-ડે વર્લ્ડકપ યોજાય ત્યારે અમારી મેચો પણ ભારત બહાર યોજવામાં આવે. 

પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદ ફેલાવતું રહ્યું છે અને ભારત સરકારે તેની સાથેના દ્વિપક્ષી સંબંધો કાપી નાંખ્યા છે. બીસીસીઆઇએ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણય અનુસાર જ પાકિસ્તાનમાં એશિયા કપમાં ભાગ લેવા જવાનો ઈનકાર કર્યો હતો. પાકિસ્તાન બોર્ડના ચેરમેન નજમ સેઠીએ કહ્યું હતુ કેઅમને એશિયા કપ તટસ્થ સ્થળે યોજવાનું અને વર્લ્ડકપ રમવા માટે ભારત જવાનું જણાવવામાં આવ્યું છે. અમારી સરકારે ભારત સામે રમવા અંગે કોઈ નિયંત્રણો લાદ્યા નથી. અમારા લોકોનું માનવું છે કેઅમે જરુરતમંદ નથી. અમે નાણાંકીય રીતે પગભર થઈ શકીએ છીએ. અમારે ગૌરવભેર ભારત સામે રમવું છે.  

એશિયા કપ સપ્ટેમ્બર-2023માં રમાવાનો છે અને તેની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની છે. નજમ સેઠીએ કહ્યું કેપાકિસ્તાન નક્કી કરે કેએશિયા કપમાં ભારતની મેચો અન્ય દેશમાં રમાડવામાં આવે તો ભારતે પણ આ જ પ્રકારનું હાઈબ્રીડ મોડલ તેના ઘરઆંગણે યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં અપનાવવું જોઈએ. અમારી રજૂઆત જ એ છે કેજે પણ નિર્ણય લેવાય તે દ્વિપક્ષી હોવો જોઈએ. અગાઉ પાકિસ્તાનમાં સલામતીના પ્રશ્નો હતાહવે નથી. 

LEAVE A REPLY