વર્ચુઅલ મીસકન્ડક્ટ હીયરીંગ બાદ મેટોપોલિટન પોલીસના કોન્સ્ટેબલ ગજાન સીતામ્પલમ નામના એક અધિકારીને તા. 12 જાન્યુઆરી, મંગળવારે બરતરફ કરાયા હતા.
ઇન્ડીપેન્ડન્ટ લીગલી ક્વોલીફાઇડ ચેરની આગેવાની હેઠળની પેનલે સાઉથ એરિયા કમાન્ડ યુનિટ સ્થિત પોલીસ કોન્સ્ટેબલ ગજાન સીતામ્પલમ વિરુદ્ધ બે અપરાધીક વર્તન કર્યુ હોવાના આક્ષેપો અંગેની સુનાવણી કરી હતી. જે પૂરવાર થયા હતા. વસંત 2018 માં ગજાન સીતામ્પલમે જાહેર જનતાની સ્ત્રી સભ્ય સાથે સંબંધ હોવા અંગેના આક્ષેપો કરાયા હતા.
મીસકન્ડક્ટ લેવલે સાબિત થયેલા એક આરોપમાં અતિશય સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે અને બીજો આક્ષેપ, ગ્રોસ મિસકન્ડક્ટના સ્તરે જામીનની શરતોના ભંગનો હતો. પીસી સીતામ્પલમને નોટિસ આપ્યા વિના દૂર કરાયા હતા.