મહારાષ્ટ્રમાં સત્તાપરિવર્તન થયાના એક દિવસ બાદ આવકવેરા વિભાગે 2004, 2009, 2014 અને 2020માં દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામાના કનેક્શનમાં એનસીપીના વડા શરદ પવારને એક નોટિસ આપી છે. પવારે માહિતી આપી હતી કે આવકવેરા વિભાગમાંથી ‘લવ લેટર’ મળ્યો છે.
એનસીપી-કોંગ્રેસ-શિવસેનાની મહાવિકાસ અઘાડી સરકારના પતનના એક દિવસ બાદ આ હિલચાલ થઈ છે. આ નોટિસ અંગે પ્રતિક્રિયા આપતા પવારે જણાવ્યું હતું કે ઇડી અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામે સ્પષ્ટ રીતે દેખાય છે. ઘણા ધારાસભ્યોએ કહે છે કે તેમને પૂછપરછ માટે નોટિસ મળી છે. આ નવી મેથડ ચાલુ થઈ છે. પાંચ વર્ષ પહેલા આપણે ઇડીનું નામ પણ સાંભળ્યું ન હતું. હાલમાં ગામડામાં પણ લોકો મજાકમાં કહે છે કે ઇડી તમારી પાછળ પડી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમનો વિરોધી રાજકીય વિચારધારા ધરાવતા લોકો માટે ઉપયોગ થઈ રહ્યો છે. મને આવકવેરા પાસેથી આવો એક લવ લેટર મળ્યો છે