ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિયમ લાગુ ન કરવાની સોમવારે જાહેરાત કરી હતી. પાલિકા, પંચાયત અને મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 60થી વધુ વયનાને ટિકિટ નહી આપવાનો નિયમ લાદ્યો હતો. હવે પાટિલે આ નિયમમાં પલટી મારી છે.
અમરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટિલે જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકિટ નહી આપવાનો નિયમ માત્ર પંચાયત-પાલિકાની ચૂંટણી પુરતો સિમિત હતો.યુવાઓના સહારે વિધાનસભાની ચૂંટણી લડવા નીકળેલા ભાજપ પ્રદેશ પ્રમુખને હવે રાજકીય જોખમ લાગી રહ્યુ છે, તેથી જૂના જોગી અને પીઢ નેતાઓને ચૂંટણી લડાવવા મન બનાવ્યુ છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જો વયમર્યાદાનો નિયમ અને નો રિપિટ થીયરી વિધાનસભાની ચૂંટણી વખતે ય લાગુ કરાય અને ચૂંટણી પરિણામોમાં કઇંક નવા જૂની થાય તો પાટિલના માથે ઠીકરૂ ફુટી શકે છે તે જોતા આજો પાટીલે આ જાહેરાત કરીને પીઢ નેતાઓને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરી કરી દીધો છે.