અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકાએ ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનું નક્કી કર્યું છે. માત્ર 4 જ દિવસમાં 5 કરોડ (6,80,000 ડોલર)નું દાન ભેગું કરી નાંખ્યું હતું, અને 100થી વધુ ઓક્સિજન મશીન અને અન્ય મેડિકલ સાધન સામગ્રી ખરીદી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકા છેલ્લા 40 વર્ષોથી અનેક પ્રકારની સેવાભાવિ, પરોપકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેમાં 2800 આજીવન અને 15,000 સભ્યો ધરાવતી સૌથી મોટી સંસ્થા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટેની વિકટ સ્થિતિને જોતા આ સંસ્થા આગળ આવી છે. આગામી દિવસોમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત આવી પહોંચશે.