અમેરિકાના જ્યોર્જિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ સિટીમાં આવેલા એક સ્ટોરમાં બુધવારે લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ અને બીજા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હતી.
સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે તપાસ ચાલુ કરી હતી.
પ્રેયસ પટેલ ક્રિનિકિક પાર્ક વેમાં આવેલ 1400 બ્લોક પર 7 ઇલેવન નામનો સ્ટોર ચલાવતા હતા. બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોર હતા, તેમની સાથે એક કર્મચારી પણ હતો. ત્યારે સ્ટોરમાં અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. તેમણે અચાનક ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં પ્રેયસ પટેલ અને અને બીજા કર્મચારીને ગોળી વાગી હતી.
પ્રેયસના મોતના સમાચાર આવતા જ સોજીત્રામાં રહેતા તેમના પરિવારમાં શોક છવાયો હતો. પ્રેયસના ભાઈ અને માતા પિતા દીકરાના મોતના ખબર બાદ અમેરિકા જવા રવાના થયા હતા.પોલીસે જણાવ્યું હતું કે ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી.