દેશ વિદેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ત્રણ ભારતીય કંપનીઓ મહામારીની દવા લાવી રહી છે. સરકારે તેમને મંજુરી પણ આપી દીધી છે. પરંતુ હવે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ સંસ્થાને જાહેર કર્યું છે કે તેવો કોરોનાને ભુક્કો બોલાવવા પ્રથમ આયુર્વેદિક દવા વિકસાવી લીધી છે. આ દવા આજે પતંજલિ યોગપીઠમાં લોંચ કરાઈ હતી. દવાનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.
પતંજલિ સંસ્થાનનાં આચાર્ય બાલકૃષ્ણએ આ દવા લોંચ કરી હતી. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ પુરાવા પ્રમાણ આધારિત પહેલી આયુર્વેદિક દવા હશે જેનું સંપૂર્ણ સાયન્ટિફીક ડોક્યુમેન્ટેશન સાથે લોચિંગ કરાયું છે. પતંજલિના સીઈઓ અનુસાર, આ દવા સેંકડો દર્દીઓ પર ક્લિનિકલ કેસ અભ્યાસ થયેલ છે, જેમાં 100 ટકા પરિણામ મળ્યું છે.
તેમનો દાવો છે કે કોરોનિલ કોવિડ -19 દર્દીઓ 5 થી 14 દિવસમાં મટાડી શકે છે. આચાર્ય બાલકૃષ્ણ મુજબ, દવામાં અશ્વગંધા, ગિલોય, તુલસી, શ્વસરીનો રસ અને અણુ તેલ છે. આ દવા તેના ઉપયોગ, ઉપચાર અને અસરના આધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બધી મોટી સંસ્થાઓ, જર્નલ, વગેરે પાસેથી અધિકૃત છે.
આ સંશોધન અમેરિકાના બાયોમેડિસિન ફાર્માકોથેરાપીના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રકાશિત થયું છે અહેવાલો મુજબ આ દવા બનાવવા પતંજલિ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (હરિદ્વાર) અને જયપુરના રેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસે સાથે મળી સંશોધન કર્યું હતું. બીજી બાજુ પતંજલિ આયુર્વેદ લિમીટેડ અને દિવ્યા ફાર્મસી સાથે મળી આ દવા બનાવવા કામ કરી રહી છે.