સરકારે તા. 11 એપ્રિલ 2024ના રોજથી પાસપોર્ટની તમામ અરજીઓ માટેની અરજી ફીમાં વધારો કર્યો છે. આ દરખાસ્તો સંસદીય મંજૂરીને આધીન છે, તેમાં નીચેની ફીનો સમાવેશ થશે.

UK માંથી કરાતી સ્ટાન્ડર્ડ ઑનલાઇન એપ્લિકેશન માટે પુખ્તોએ £88.50 અને બાળકોએ £57.50 સુધી રકમ ચૂકવવી પડશે. જ્યારે સ્ટાન્ડર્ડ પોસ્ટલ એપ્લિકેશન પુખ્તો માટે £100 અને બાળકો માટે £69 સુધી વધશે.  વિદેશમાંથી અરજી કરતી વખતે સ્ટાન્ડર્ડ ઑનલાઇન એપ્લિકેશન પુખ્તો માટે £101.00 અને બાળકો માટે £65.50 સુધી વધશે.  વિદેશમાંથી અરજી કરતી વખતે સ્ટટાન્ડર્ડ પેપર એપ્લિકેશન પુખ્તો માટે £112.50 અને બાળકો માટે £77.00 સુધી વધશે.

સરકાર પાસપોર્ટ અરજીઓના ખર્ચમાંથી કોઈ નફો કરતી નથી. આ ફી પાસપોર્ટ અરજીઓની પ્રક્રિયાના ખર્ચમાં ફાળો આપે છે. આ વધારો સરકારને તેની સેવાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખવામાં પણ મદદ કરશે.

નવી ફીમાં નવા અરજી કરનારા અથવા તેમના પાસપોર્ટને રિન્યૂ કરાવનારાઓનો સમાવેશ થાય છે. જો તેઓ યુકેમાંથી અરજી કરતા હોય તો પાસપોર્ટ સામાન્ય રીતે 3 અઠવાડિયાની અંદર જારી કરવામાં આવશે. પાસપોર્ટ ફીની સમીક્ષા હિઝ મેજેસ્ટીના ટ્રેઝરી માર્ગદર્શિકા જાહેર નાણાંનું સંચાલન કરવા માટે કરવામાં આવે છે.

LEAVE A REPLY