પત્ની નિકિતા, પુત્રી આર્યા, બહેન શેફાલી અને તેના પતિ અભિજિત નાયર અને ભાઈ જૈમિન અને તેની વાગ્દત્તા વનિશાના સથવારે કલ્પેશભાઇ સોલંકી અને રશ્મિતાબેન સોલંકીના પુત્ર અને પાર્વતીબેનના પૌત્ર આદિત્યએ અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’આખી જીંદગી મને મારા દાદા-દાદી સાથે રહેવાનો અનોખો અનુભવ મળ્યો છે. મારી દાદી એક અનન્ય આત્મા, દયાળુ, નિઃસ્વાર્થ, સંભાળ રાખનાર અને ઉદાર હતા. પુત્રી આર્યાનો જન્મ થયો ત્યારથી અમે ચાર પેઢીના લોકો સાથે રહેતા. આર્યાએ જે પ્રથમ શબ્દો ઉચ્ચાર્યા તેમાંનો એક શબ્દ બા હતો. તે દાદીમીને ‘બા’ કહેતી.’’

‘’તેઓ ઘર અને ઑફિસની દરેક બાબત સાથે સંકળાયેલા રહેતા અને હંમેશા અન્ય વ્યક્તિઓના દૃષ્ટિકોણને જોતાં. અમે તેમની સાથે કેરળ, મિયામી, કેનેડા, શ્રીલંકા અને ઓર્લાન્ડો જેવી ઘણી રજાઓ માણી હતી. તેમણે મને સારો પતિ, સારો પિતા અને સારો પુત્ર કેવી રીતે બનવું તે અંગે ઘણી સલાહ આપી વ્યક્તિ તરીકે આકાર આપ્યો છે.’’

‘’દાદીને ઘરેણાંનો પણ શોખ હતો જે તેમણે શેફાલી સાથે શેર કર્યો છે. તેઓ ગયા વર્ષે શેફાલીના અભિજિત સાથેના લગ્નમાં સક્રિય રીતે સામેલ થયા હતા. તો તાજેતરના વર્ષોમાં સ્મિતા ફોઈના બાળકો મિલિંદ અને અનુષ્કા સાથે વધુ સમય પસાર કરીને ખુશ હતા. તેઓ અમારા સૌ માટે પ્રેરણારૂપ હતા અને અમને જીવનના ઘણા મૂલ્યવાન પાઠો શીખવ્યા છે.’’

LEAVE A REPLY