પાર્વતીબેનના દિકરી સાધનાબેનના પતિ રવિભાઇ કારિયાએ શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે ‘’મોટાભાગના લોકો માટે “સાસુ” વિષેનો અભિપ્રાય જુદો જ હોય છે પરંતુ મારા સાસુ મારી બીજી માતા હતા. પ્રથમ વખત જ્યારે હું 1970ના દાયકામાં તેમને મળ્યો ત્યારે પરિવારમાં ખુલ્લા હાથે આવકાર આપ્યો હતો. તેમની નમ્રતા અજોડ હતી. તમે બોલિવૂડ સ્ટાર હો કે અગ્રણી રાજકારણી કે સામાન્ય માણસ, તે દરેકને ઘરમાં સમાન પ્રેમ, હૂંફ અને કરુણાથી આવકારતા.’’

‘’તેઓ પરિવાર માટે વધુ સારું જીવન ઇચ્છતા અને તેથી જ 1964માં મારા સસરા – પપ્પાને ઇંગ્લેન્ડ આવવા સમજાવ્યા હતા. તેમના પછી તેઓ ઈંગ્લેન્ડ આવ્યા અને સાથે મળીને ગરવી ગુજરાતની સ્થાપના કરી અને આજે આપણે બધા જાણીએ છીએ કે તે કેટલુ સફળ છે. પપ્પા ચોક્કસપણે ફિગરહેડ હતા તો મમ્મી, પપ્પાને સલાહ આપતી અને બિઝનેસ સરળતાથી ચાલે તેની ખાતરી કરતી શાંત સીઈઓ હતી. હું જાણું છું કે કલ્પેશ અને શૈલેષે જે હાંસલ કર્યું છે તેના પર તેણીને કેટલો ગર્વ હતો.

ગરવી ગુજરાતના વ્યસ્ત શેડ્યૂલ છતાં, 1985માં અમે પોતાનો બિઝનેસ કેમિલાઈન્સ ગ્રુપ શરૂ કર્યો ત્યારે તેમણે અમને ખૂબ જ મદદ કરી હતી. તમે મારા મિત્ર, સલાહકાર અને બીજી માતા હતા. 2002 માં જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યાર પછી તમે વર્ષો સુધી મારી સાથે ઊભા રહ્યા હતાં.’’

LEAVE A REPLY